• ભાજપે સત્તા હાસીલ કર્યાબાદ કાઉન્સીલર દ્વારા વિસ્તારમાં જરૂરીયાતના કામો થતાં નથી તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે
  • પ્રજા તો ઠીક પણ હવે ભાજપના કાર્યકરો જ વોર્ડના કાઉન્સીલર અને સંગઠન સામે રોષ ઠાલવી રહ્યાં છે.
  • રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા વૃક્ષા રોપણ કાર્યક્રમમાં હાજરી આપે તે પહેલાજ ભાજપી કાર્યકરોનો પક્ષ અને મહિલા કાઉન્સીલર સામે બળાપો કાઢ્યો

WatchGujarat. ભાજપમાંથી ટિકિટ મેળવવી કઠીણ છે પરંતુ ટિકિટ મેળવ્યાં બાદ ચુંટણીમાં જીત હાસીલ કરવી ખૂબ જ સરળ છે. ભાજપનુ સંગઠન અને વિશાળ કાર્યકરો જ ઉમેદવારને જીતાળવા માટે દિવસ રાત એક કરે છે. ઉમેદવાર કેટલા કામો કરો છે, કેટલાક ખોટા વાયદા કરે છે તેની કોઇ ગણતરી હોતી નથી, જેથી ખોટા વાયદા અને મતદારોને દિવસે ચાંદ બતાવી જીત હાસીલ કરનાર નેતાઓ સામે હવે પ્રજા તો ઠીક પણ ભાજપના જ કાર્યકરો બળાપો કાઢતા નજરે પડે છે.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શહેર ભાજપ સંગઠન તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે વૃક્ષા રોપાણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોકે સમા સ્થિત ફ્લેગ ગાર્ડન ખાતે યોજાયેલા વૃક્ષા રોપણ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પહોંચે તે પહેલાજ ભાજપના વોર્ડ નં-3માં રહેતા કાર્યકર કરસણભાઇ ભરવાડે મીડિયા સમક્ષ તેમના જ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર છાયાબેન ખરાદી સામે બળાપો કાઢ્યો હતો.

કરસણભાઇ ભરવાડે બળાપો કાઢતા કહ્યું “વસ્તીની અંદર ગટર ઉભરાતી હોય અને ચાર ઢાકણા નાખવાના હોય તે નથી નખાતી, નવી નગરીમાં તમે હાલત જોવા જાઓ ગટરો નથી નખાતી અને તમે ઝાડ રોપવાનો ખર્ચો કરાવો છો. વૃક્ષા રોપણનો કાર્યક્રમ કરો તે સારૂ છે, પણ જોડે જોડે વસ્તીનુ કામ પણ થવુ જોઇએ ને, વસ્તીનુ કામ થતુ નથી અને કોર્પોરેટર (છાયાબેન ખરાડી) કહેં છે અમને ખબર પડતી નથી તમે સંગઠનને કહો….”

ભાજપના કાર્યકર જ્યારે આ બળાપો કાઢી રહ્યાં હતા. ત્યારે ભાજપના અનેક કાર્યકરો સ્થળ ઉપર હાજર હતા. પરંતુ તેમને રોકવાની કોઇએ દરકારી લીધી ન હતી. જોકે થોડા સમય બાદ એક બે કાર્યકરો આવ્યાં અને તેમને કરસણભાઇને બોલતા અટકાવ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ભાજપના નેતાઓ અને સરકાર સામે પ્રજામાં છુપો રોષ છે. કેટલાક કિસ્સાઓમાં પ્રજા હવે સરકાર અને ભાજપના નેતાઓની ઝાંટકણી કરતા નજરે પડ્યાં છે. ત્યારે હવે ભાજપના જ કાર્યકરો હવે પક્ષ અને તેના નેતાઓ સામે બળોપા કાઢતા નજરે પડી રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud