• વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામે રોજ કારમાં ઘસી આવેલા ચાર શખ્સોએ પોતે પોલીસ અને પત્રકાર હોવાની ઓળખ આપી
  • સફેદ રગંની સ્વીફ્ટ ડીઝાયર કારના બોનેટ પર પોલીસ લખેલી પ્લેટ અને પ્રેસનુ સ્ટીકર લગાડી તોળપાણી કરવા પહોંચી ટોળકી
  • સ્થાનિકોને શંકા જતા પોલીસનુ આઇકાર્ડ માગતા ગલ્લ તલ્લા શરૂ કર્યા

Watchgujarat. ડોદરા શહેરમાં જ્યારે બોગસ પત્રકારનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે શહેરથી દૂર શિનોર તાલુકાના અવાખલ ગામમાંથી એક આવો જ બોગસ પત્રકારોનો મામલો સામે આવ્યો છે. જેમાં અવાખાલ ગામમાં 4 પત્રકારો બોગસ પોલીસ બનીને પૈસાની તોડ પડાવવા ગયા હતા. પરંતુ ત્યા તેમની સાથે કંઈક ઉંધુ જ થયું. આ 4 ઈસમો બોગસ પોલીસ હોવાની જાણ થતાં અવાખાલ ગામના લોકોએ તેમને મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ તમામ ઈસમોને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

આ મામલે મળતી વિગતો અનુસાર શિનોર તાલુકાના અવાખાલ ગામમાં આ ચાર બોગસ પોલીસ સ્વીફ્ટ ગાડી પર પોલીસની પ્લેટ લગાવીને ગયા હતા. જ્યાં તેઓએ ગામમાં એક વ્યક્તિના ઘરે જઈ તેને પોતે પોલીસ હોવાનું જણાવી પૈસા માટે ધમકાવી હતી. આ બોગસ પોલીસે તે વ્યક્તિને ધમકાવતાં કહ્યું હતું કે, તમે દારૂ વેચો છો. તેથી તમારી ઉપર દારૂનો પ્રોહીબિશનનો મોટો ગુનો અમે દાખલ કરાવીશું.

vadodara - shinor bogus press reporter
vadodara – shinor bogus press reporter

આ સાથે તે વ્યક્તિને પોલીસની ધાક બતાવીને આ 4 ઈસમોએ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ તે વ્યક્તિને ઈસમો પર શંકા જતા તેમનું પોલીસનું ઓળખકાર્ડ બતાવવા કહ્યં હતં. આ ચારેય પાસેથી ઓળખકાર્ડ ન મળતાં ગ્રામજનોને તે બોગસ પોલીસ હોવાની જાણ થઈ હતી. જે બાદ આ ચારેય આરોપીઓને ગામ લોકોએ મારમારીને પાઠ ભણાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ચારેય આરોપીઓને ગ્રામજનોએ મેથીપાક ચખાવીને શિનોર પોલીસને સોંપી દીધા હતા. જે બાદ પોલીસે તેમની સામે ખંડણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓની સાચી ઓળખ સામે આવી હતી. જેમાં તેઓ પત્રકાર હોવાનું સામે આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ ગુનામાં ઝડપાયેલ આરોપીઓ વડોદરા શહેરના કેટલીક સમાચાર સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

આ બોગસ પોલીસના નામ અને જે સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે તેની વિગતો નિચે મુજબ છે.

આશિષ બારોટ- પ્રાર્થના સંદેશ- બ્યુરો ચીફ વડોદરા

જયેશ નટવર સોલંકી – ઉજ્વલ વડોદરા ન્યૂઝ – મેનેજિંગ તંત્રી

રાહુલ પરમાર – કો એડિટર – ઉજ્જવલ વડોદરા ન્યુઝ

વિક્રમ શનાભાઈ રાઠવા

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud