• શહેરના ન્યુ.વી.આઈ.પી રોડ ઉપર રહેતી મહિલા સાથે ચેન સ્નેચિંગ નો બનાવ બન્યો
  • ન્યુ વી.આઈ.પી રોડ પર બનાવ બન્યાના અડધો કલાક બાદ જ સમા વિસ્તારમાં પણ ચેન સ્નેચિંગનો બનાવ બન્યો
  • ગત વહેલી સવારમાં ડિવાઈડર પરથી ફૂલ તોડતી મહિલા સાથે પણ ચેન સ્નેચિંગનો બનાવ બન્યો

WatchGujarat. વડોદરા શહેરમાં ફરી એક વખત બાઈક સવાર અછોડા તોડ ગેંગ સક્રિય બની છે. અછોડા તોડ ગેંગએ મોર્નીંગ વોકમાં નીકળેલી બે મહિલાઓ અને ફૂલ તોડી રહેલી વૃદ્ધાનાને નિશાન બનાવી ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી. ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ કરતા હોવાની વાતો કરનાર વડોદરા શહેર પોલીસ સામે અછોડા તોડ ગેંગએ ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં શહેરના વારસિયા, હરણી અને સમા વિસ્તારમાં બનાવ બન્યો હોવાની ઘટના સામે આવી છે.

હરણી પોલીસ મથકની હદનો બનાવ

વૈકુંઠ-2 ખોડિયાર નગર ન્યુ.વી.આઈ.પી રોડ ઉપર રહેતા 55 વર્ષીય અરુણાબેન ગયાપ્રસાદ ત્રિવેદી આજે વહેલી સવારમાં ચાલવા નીકળ્યા હતા અને અંદાજે 6.45 કલાકે તેઓ ચાલતા ચાલતા ખોડિયાર નગરના બ્રહ્મનગર-2 પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન બે તસ્કરો ખરો સમય જોઇ એક બાઈક ઉપર પાછળથી ઘસી આવેલા અને તે બાઈકની પાછળ બેઠેલા તસ્કરે અરુણાબેન ત્રિવેદીના ગળામાંથી સોનાની દોઢ તોલાની ચેન તફડાવીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા હરણી પોલીસ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને અરુણાબેન પાસેથી લુટારુઓની વિગત લઇ આગળની તાપસ હાથ ધરી હતી.

સમા પોલીસ મથકની હદનો બનાવ

હરણી પોલીસ મથકની હદમાં બનાવ બન્યાના અડધો કલાક બાદ જ ,સમા વિસ્તારના તક્ષશીલા વિભાગ-1 માં રહેતી 50 વર્ષીય ગંગોત્રીબેન મહેન્દ્રપ્રસાદ રાય સવારમાં ચાલવા નીકળ્યા હતા અને ખોડિયાર નગર વિસ્તારમાં ચેન સ્નેચિંગનો બનાવ બન્યાની અડધો કલાક બાદ એટલે કે 7.15 વાગ્યે ગંગોત્રીબેન સાથે ચેન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. જેમાં ગંગોત્રીબેન ચાલતા ચાલતા ચાણક્ય પુરી સર્કલ ફરી ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન બાઈક પર બે તસ્કરો તેમના ઉપર નજર લગાવીને સાઈડમાં ઉભા રહ્યાં હતા. અને સવારના અંદાજે 7.15 વાગ્યાની આજુબાજુ ગંગોત્રીબેન રાય ચેતન્યધામ સોસાયટીના ગેટ પાસે આવી પહોંચ્યા હતા.  દરમિયાન બાઈક પર બે તસ્કરો ખરો સમય જોઇ ગંગોત્રીબેન કશું સમજે તે પહેલા જ તેમનો સવાથી દોઢ તોલાનો અછોડો તોડીને ફરાર થઇ ગયા હતા.આ અંગે ગંગોત્રીબેને સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બંને તસ્કરોની ખોજ આરંભી છે.

વારસિયા પોલીસ મથકની હદનો બનાવ

ગત તારીખ 8 ઓગસ્ટના વહેલી સવારમાં પોણા છ વાગે નવનીત પાર્ક સોસાયટી વારસિયા માં રહેતા જશોદાબેન સુરેશભાઈ સોલંકી તેમની સોસાયટીના નાકા સામે આવેલા ડિવાઈડર ઉપર લાગેલા છોડ પરથી ફૂલ તોડવા માટે ગયા હતા. તે દરમિયાન પાછળથી કોઈ અજાણ્યો શખ્સ આવી તેમનું એક તોલાનું મંગળસૂત્ર તોડી નજીક પાર્ક કરેલી તેની બાઈક લઈને ફરાર થઇ ગયો હતો.જે અંગે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જશોદાબેનની ફરિયાદ નોંધ્યા બાદ તે અજાણયા શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud