પાલિકા દ્વારા કોરોનાને નાથવા માટે અને વેક્સીનેશનની કામગીરીને વેગવંતી બનાવવા માટેના તમામ પ્રસાયો સરાહનીય
હાલની સ્થિતીએ શહેરમાં કોરોનાની સ્વદેશી નિર્મિત કોરોનાની વેક્સીન કોવેક્સીનના ડોઝ ઉપલબ્ધ નથી
કોવેક્સીનના ડોઝ જલ્દી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે પાલિકા તંત્ર કટીબદ્ધ – ડો. રાજેશ શાહ
વિદેશમાં નોકરી કરતા અને હાલ અહિંયાથી કામ કરતા લોકો માટે પણ વેક્સીન મુકાવવા માટેની વિશેષ વ્યવસ્થા કરવાનું આયોજન ગણતરીના કાલાકોમાં કાર્યરત થશે
પાર્થ બી. પંડ્યા. તાજેતરમાં વડોદરાના મેયર દ્વારા ટ્વીટર એકાઉન્ટ પરથી 10 લાખ લોકોને વેક્સીન આપ્યાની સિદ્ધી મેળવ્યાનું જણાવ્યું હતું. પરંતુ હાલની સ્થિતી શહેરમાં કકોરોનાની સ્વદેશી વેક્સીન કોવેક્સીનના ડોઝ ઉપલબ્ધ નથી. જેને લઇને તેનો બીજો ડોઝ લેવા માટે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
https://twitter.com/keyurrokadia/status/1403762460230778891?s=20
વડોદરામાં અન્ય શહેરો કરતા રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં વડોદરા શહેરના મેયર દ્વારા ટ્વીટ કરીને શહેરમાં 10 લાખ કોરોનાની વેક્સીનના ડોઝ આપીને મહત્વપુર્ણ સિદ્ધી હાંસલ કર્યાની માહિતી જાહેર કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કોરોનાને નાથવા માટે અને વેક્સીનેશનની કામગીરીને વેગવંતી બનાવવા માટેના તમામ પ્રસાયો સરાહનીય છે. પરંતુ હાલની સ્થિતીએ શહેરમાં કોરોનાની સ્વદેશી નિર્મિત કોરોનાની વેક્સીન કોવેક્સીનના ડોઝ ઉપલબ્ધ નથી. જેને લઇને કોવેક્સીનનો બીજો ડોઝ લેનારા શહેરીજનો મુશ્કેલી સાથે ચિંતામાં મુકાયા છે.
કોવેક્સીનનો બીજો ડોઝ બુક કરાવવા માટે સ્લોટ નથી મળતા - વિદ્યાર્થીની
ટુંક સમયમાં વિદેશ ભણવા જનારી વિદ્યાર્થીનીએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મેં કોરોનાની કોવેક્સીનનો ડોઝ લીધો હતો. મારે વેક્સીનનો બીજો ડોઝ લેવોનો સમય આવી ગયો છે. પરંતુ વેક્સીનના અભાવે અથવાતો અન્ય કારણોસર હું વેક્સીનના બીજો ડોઝ માટે સ્લોટ બુક કરાવી શકતી નથી. આ અંગે અમે અમારા સ્થાનિક વોર્ડમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, ટુંક સમયમાં સમસ્યાનો ઉકેલ આવશે. પણ કોઇ ચોક્કસ કમીટમેન્ટ આપવામાં આવ્યું નથી. જેને લઇને હું અને મારા પરિવારજનો સતત ચિંતામાં રહે છે. પાલિકા દ્વારા વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિશિલ્ડ વેક્સીન મુકી આપવામાં આવે છે. પરંતું કોવેક્સીન મુકવા અંગે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
કોવેક્સીનના ડોઝ મહત્તમ એક અઠવાડિયા જેટલા સમયમાં આવશે - ડો રાજેશ શાહ
સમગ્ર મામલે મધ્યગુજરાતના વેક્સીન ઇન્ચાર્જ અને પાલિકાની આરોગ્ય સમિતીના ચેરમેન ડો. રાજેશભાઇ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોવેક્સીનનો બીજો ડોઝ લેવા માટેનો સમયગાળો 28 – 50 દિવસ સુધીનો હોય છે. કોવેક્સીનના ડોઝ મહત્તમ એક અઠવાડિયા જેટલા સમયમાં આવશે. કોવેક્સીનનો ડોઝ નિયત કરેલા સમયગાળામાં આવી જશે. પાલિકા તંત્ર દ્વારા કોવેક્સીનના ડોઝ જલ્દી ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
વિદેશમાં કામ કરતા પરંતુ કોરોનાની સ્થિતીના કારણે અહિંયા આવેલા લોકો વેક્સીન મેળવી શકશે
વધુમાં ડો. રાજેશભાઇ શાહે ઉમેર્યું હતું કે, પાલિકા દ્વારા વિદેશી જનારા વિદ્યાર્થીઓની સાથે પાલિકા તંત્ર દ્વારા વિદેશમાં નોકરી કરતા અને હાલ અહિંયાથી કામ કરતા લોકો માટે પણ વેક્સીન મુકાવવા માટેની વિશેષ વ્યવસ્થા કરવાનું આયોજન છે. ટુંક સમયમાં તેને પણ કાર્યરત કરવામાં આવશે. ઘણા સમયથી વિદેશમાં કામ કરતા પરંતુ કોરોનાની સ્થિતીના કારણે અહિંયા આવેલા લોકોની વેક્સીનને લઇને પડતી સમસ્યા ધ્યાને આવી હતી. જેનું ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવામાં આવશે.