• વડોદરામાં ચોમાસાની રૂતુમાં મગર માનવ વસવાટ નજીક બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે
  • બુધવારે શહેર નજીક જાંબુઆ પાસે મગર નિકળવાની ઘટના સામે આવી
  • વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું

WatchGujarat. દુનિયામાં જુજ જગ્યાઓ પર મગર અને માનવ વસતી એકબીજાની નજીક વસવાટ કરે છે, વડોદરા તેમાંથી એક છે. વડોદરામાં ચોમાસા પહેલા જાંબુઆ બ્રિજ નજીક ચાલતી સાઇટ પર મગર આવી ચઢ્યો હતો. મગરને જોતા લોકોમાં અફરા તફરી મચી હતી. જો કે, સમયસર મગરને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

https://youtu.be/YwOvAn-15dM (VIDEO LINK)

વડોદરામાં ચોમાસાની રૂતુમાં મગર માનવ વસવાટ નજીક બહાર નિકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. હજી ચોમાસાની રૂતુને તો વાર છે પરંતુ મગર બહાર નિકળવાની ઘટનાઓ શરૂ થઇ ગઇ છે. બુધવારે શહેર નજીક જાંબુઆ પાસે મગર નિકળવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, જાંબુઆ ખાતે આવેલા જુના બ્રિજ પાસે નવા બ્રિજના બાંધકામની કામગીરી ચાલી રહી છે. બુધવારે કામગીરી ચાલુ હતી દરમિયાન સવારે બ્રિજની પિલ્લર પાસે આશરે 5 ફુટનો મગર જોવા મળ્યો હતો. જેને પગલે બ્રિજ બાંધકામની કામગીરી અટકી પડી હતી.

મગરને જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોએ મગરને રેસ્ક્યુ કરવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કોલ કરવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને અન્યત્રે છોડી દેવામાં આવ્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

સ્થાનિકોનું અનુમાન છે કે, જાંબુઆ પાસેથી ઢાઢર નદી પસાર થઇ રહી છે. ઢાઢર નદીમાં મગર મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. ઢાઢર નદીમાંથી જાંબુઆ બ્રિજ પર બાંધકામની સાઇટ પર આવી પહોંચ્યો હોઇ શકે છે. જો કે, મગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ સમયસર મગરને રેસ્ક્યૂ કરવામાં આવતા સ્થાનિકોએ હાશકારો શયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud