• ક્રેકોનોશ માલવેર ક્રિપ્ટો માઇનિંગ માલવેર છે
 • ગેમર કોમ્યુનિટી પર સાયબર એટેક વધી જવાને કારણે હવે નવા નવા માલવેરના ઉપયોગથી લુંટી રહ્યા છે
 • ક્રિપ્ટો માઇનીંગ થકી નવો કિમીયો અજમાવીને હેકરો તેમનું ફાવતું કરે છે

Watchgujarat. કોરોના કાળ બાદથી ઇન્ટરનેટ પર ગેમ રમનારાઓ પર 400 ટકા સાયબર એટેક વધી ચુક્યા છે. એટેકની સંખ્યામાં દિવસેને દિવસે વધારે થઇ રહ્યો છે. ત્યારે હવે ક્રેકોનોશ નામનું ભયાનક માલવેર ગેમર પર એટેક કરી રહ્યું છે. જાણીતી ઇન્ટરનેશનલ વેબસાઈટ મુજબ ભારતમાં અત્યાર સુધી 20 હજારથી ઉપર ગેમ રમનાર આ માલવેરથી ઇન્ફેક્ટેડ થયા છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે ક્રેકોનોશ માલવેર અંગે ડીટેલ રિપોર્ટ તૈયાર કર્યો છે.

ક્રેકોનોશ માલવેર શું છે?

ક્રેકોનોશ માલવેર ક્રિપ્ટો માઇનિંગ માલવેર છે. હેકરો દ્વારા લાયસન્સ ધરાવતા મોંઘા ગેમ્સ સોફ્ટવેરને ક્રેક કરીને ટોરેન્ટ, ફોરમ તેમજ વેયરજ સાઈટ ઉપર મૂકવામાં આવે છે. અને ટોરેન્ટ, ફોરમ તેમજ વેયરજ સાઈટ ઉપરથી આવી આવૃત્તિઓને ગેમ રમનાર મફતમાં ડાઉનલોડ કરે છે. અને આ પ્રકારનો માલવેર આપમેળે ઇન્સ્ટોલ થઈ જાય છે. ઇન્સ્ટોલ થઈ ગયા પછી જાતે જ સક્રિય થઈ જાય છે. અને ક્રિપ્ટો માઇનિંગ નું કાર્ય કરે છે. ગેમ રમનારને આની ક્યારેય ખબર પડતી નથી અને માઇનિંગ થકી હેકરો ક્રિપ્ટોકરંસીમાં અઢળક રુપિયા કમાવી રહ્યા છે.

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર

ક્રેકોનોશ માલવેર શા માટે ગેમ રમનારને અસર કરી રહ્યો છે ?

ગેમ રમનારના કમ્પ્યુટર હાયર કેપેસિટી વાળા હોય છે. અને તેની અંદર હાઈ કેપેસિટીના હાર્ડવેર નો ઉપયોગ થયેલો હોય છે. ખાસ કરીને ક્રિપ્ટો માઇનિંગ માટે ઉચ્ચ કેપેસિટી વાળા જ કમ્પ્યુટર ની જરૂર હોવાને લીધે ગેમર હેકરોની પ્રથમ પસંદગી બની જાય છે.

ક્રેકોનોશ માલવેર ઇન્સ્ટોલ  થયા પછી  કમ્પ્યુટર કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે?

ક્રેકોનોશ માલવેર જ્યારે કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ થઈ જાય  એટલે એ સૌથી પહેલાં વિન્ડોઝના અપડેટ  ને પ્રભાવિત કરે છે અને તેને બંધ કરી દે છે ,સાથે જ જેટલા પણ સિક્યુરિટી માટેના પગલાં લીધેલા હોય તે બધાને આપમેળે અસમર્થ કરી  દે છે, ક્રિપ્ટો માઇનિંગ માં  પાવર વધારે વપરાતો હોવાને કારણે કમ્પ્યુટરના હાર્ડવેર સાધનો વધારે પડતાં ગરમ થઈ જાય છે,  સાથે જ ઈલેક્ટ્રીક સીટી વધારે વપરાય છે.

ક્રેકોનોશ માલવેર થી બચવા માટે શું કરવું ?

ક્રેકોનોશ માલવેર થી બચવા માટે સૌપ્રથમ તો લાયસન્સ સોફ્ટવેર  વાપરવાનો જ  આગ્રહ રાખવો જોઈએ , પાયરેટેડ પ્રકારના સોફ્ટવેર થી દૂર રહેવું જોઈએ,લાયસન્સ પ્રકારના એન્ટી માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરવો હિતાવહ છે, અને તેને સતત અપડેટ રાખવું જરૂરી છે.

 • કયા પ્રકારની ગેમો ની અંદર ક્રેકોનોશ માલવેર જોવા મળ્યો?
 • 1) NBA 2K19
 • 2) Grand Theft Auto V
 • 3)Far Cry 5
 • 4) The Sims 4
 • 5) Jurassic World Evolution
 • 6) Free cry 5
 • 7) Euro truck simulator 2
 • 8) Fallout for Goty
 • 9) we Happy few
 • 10) Pro evolution soccer 2018
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud