તબિબો અને સરકારને અથાગ પ્રયત્નોથી કોરોનાની બીજી વેવ પર તો નિયંત્રણ મેળવી શકાયું પરંતુ હવે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીયન્ટનો ભય દુનિયામાં સતાવી રહ્યો છે
ગુજરાતમાં વડોદરા (Vadodara) અને સુરતરમાં (Surat) 1 – 1 કેસો સામે આવ્યા છે
જરોદ ખાતે થી એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ જીનોમ સિકવન્સીંગ માટે પુના મોકલવામાં આવ્યો હતો, તેમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટની (Delta Plus Variant) પુષ્ટી થઇ
હજી વડોદરા તંત્ર દ્વારા સત્તાવર રીતે આ મામલે કોઇ માહિતી આપવામાં આવી નથી
Watchgujarat. કોરોનાના ઘાતક ગણાતા ડેલ્ટા પ્લસ વેરીયન્ટની (Delta Plus Variant) ગુજરાતમાં (Gujarat) એન્ટ્રી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. જેને પગલે દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીયન્ટના કેસોનો આંક 48 સુધી પહોંચ્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે વદોડરા અને સુરતમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટના 1 – 1 કેસ નોંધવામાં આવ્યા છે.
કોરોનાની બીજી વેવ રાજ્ય સહિત દેશમાં ઘાતક નિવડી હતી. કોરોનાની બીજી વેવમાં કોરોના પોઝીટીવ દર્દીઓથી હોસ્પિટલો ફુલ થઇ જતા હોસ્ટેલમાં કોવિડ કેર શરૂ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. તબિબો અને સરકારને અથાગ પ્રયત્નોથી કોરોનાની બીજી વેવ પર તો નિયંત્રણ મેળવી શકાયું પરંતુ હવે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીયન્ટનો ભય દુનિયામાં સતાવી રહ્યો છે.
હવે ડેલ્ટા પ્લસ વેરીટન્ટે (Gujarat, Delta Plus Variant) ગુજરાતમાં પણ એન્ટ્રી લીધી છે. ગુજરાતમાં વડોદરા અને સુરતરમાં 1 – 1 કેસો સામે આવ્યા છે. તબિબિ સુત્રો દ્વારા જણાવ્યા અનુસાર પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, વડોદરા જિલ્લાના જરોદ ખાતે થી એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ જીનોમ સિકવન્સીંગ માટે પુના મોકલવામાં આવ્યો હતો. જેના આધારે ડેલ્ટા પ્લસ વેરીયન્ટની પુષ્ટિ થઇ હતી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે, મુળ મહારાષ્ટ્રના પુરૂષના કોરોનાના રિપોર્ટ પરથી ડેલ્ટા પ્લસ વેરીયન્ટની પુષ્ટિ મહારાષ્ટ્રમાં થઇ હતી. જે અંગેની જાણ મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક તંત્રને કરવામાં આવી હતી. જો કે, હજી વડોદરા તંત્ર દ્વારા સત્તાવર રીતે આ મામલે કોઇ માહિતી આપવામાં આવી નથી.
સુરતમાં (Surat) મહારાષ્ટ્રમાંથી (Maharashtra) લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે આવેલા વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ દર્દીના સેમ્પલને પુના ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં વધુ ચકાસણી દરમિયાન કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીયન્ટની પુષ્ટિ થઇ હતી. અને આ અંગે મહારાષ્ટ્ર સરકારે સુરત પાલિકાને જાણ કરી હતી. સુરત તંત્રને જાણ થતા હવે તંત્ર દોડતું થયું છે.
કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ બીજી વેવની સરખામણીએ અત્યંત ઘાતક છે. અને સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાવી શકવા માટે સક્ષમ છે. હવે વડોદરા અને સુરતના તંત્ર માટે ડેલ્ટા પ્લસ વેરીયન્ટ નવો પડકાર લઇને આવશે તેવું મનાઇ રહ્યું છે.
ઉપરોક્ત મામલે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારે માહિતી આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારના સ્વાસ્થઅય સચિવો દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.