• મહિસાગર જીલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઇ પંચાલ અને પત્ની જશોદાબેનની ધોળા દહાડે તીક્ષણ હથિયાર વડે હત્યા કરાઇ
  • મહિસાગર જિલ્લાના પલ્લા ગામે આવેલા તેમના ઘરના ગાર્ડનમાંથી ત્રીભોવનભાઇનો લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
  • જિલ્લા પોલીસ વડાથી લઇ ભાજપના અગ્રણીઓ સ્થળ પર દોડ્યાં
  • હત્યારા કોણ હતા અને શા માટે ત્રીભોવન પંચાલ અને તેમની પત્નીની હત્યા કરાઇ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી

WatchGujarat. મહિસાગર જિલ્લાના ભાજપના કારોબારી સભ્ય અને તેમના પત્નીની આજે સવારે તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી અને તેમના પત્નીની લાશ લોહીમાં લથબથ ઘરમાંથી મળી આવી હતી. બનાવને પગલે લુણાવાડા પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટનના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ભાજપના નેતાની આટલી બેરહેમીપૂર્વક કોણે અને કાય કારણોસર હત્યા કરવામાં આવી તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ જાણકારી મળી નથી.

ત્રિભોવનભાઇ પંચાલ

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પલ્લા ગામે ભાજપના નેતા ત્રિભોવનભાઇ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની અજાણ્યા હત્યારાઓ દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષણ હથિયાર વડે માથા અને શરીરના અન્ય ભાગે હુમલો કરી  હત્યા કરી દેવામાં આવી છે. હથિયારાઓએ ખુબ જ બેરહેમીપૂર્વક ત્રીભોવન પંચાલ અને તેમની પત્ની ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

જશોદાબેન પંચાલ

જોકે આ બનાવમાં ભાજપના નેતા ત્રીભોવન પંચાલનો મૃતદેહ ઘરના ગાર્ડમાં લોહીમાં લથબથ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે તેઓના પત્ની જશોદાબેનની લાશ ઘરમાંથી મળી આવી હતી. જોકે આ ચકચારી બનાવને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લુણાવાડા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud