VVIP મુવમેન્ટ હોઈ કે પછી કોઈ ધાર્મિક સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં તેમજ લૂંટ, ચોરી, ધાડ અને હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ સ્પેશીયલી ટ્રેઇન કરવામાં આવેલા ડોગની મદદ લેવામાં આવે
ટ્રેકર ડોગ મોતી શહેર પોલીસ વિભાગમાં 12 વર્ષ અને સ્નિફર ડોગ જીનાએ 8 વર્ષ સેવા આપ્યા બાદ ગતરોજ રિટાયર્ડ થયા
ડોગ હેન્ડલર જગદીશ પ્રભાકર પાઠક અને પરેશ કિશોર મકવાણાને ઘરના એક સભ્યને વિદાય આપતા હોવાનો અનુભવ થયો
WatchGujarat. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાનોની સાથે સાથે ડોગ પણ કામ કરે છે. અને કેટલાક કિસ્સાઓમાં ડિટેક્શનમાં ડોગની ભુમિકા મહત્વની બનીને રહી જતી હોય છે. શહેર પોલીસ વિભાગમાં સેવા આપનાર બે પોલીસ ડોગ વયમર્યાદાના કારણે બુધવારે રિટાયર્ડ થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ટ્રેકર ડોગ મોતી શહેર પોલીસ વિભાગમાં 12 વર્ષ અને સ્નિફર ડોગ જીનાએ 8 વર્ષ સેવા આપી હતી. શહેરમાં VVIP મુવમેન્ટ હોઈ કે પછી કોઈ ધાર્મિક સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં તેમજ લૂંટ, ચોરી, ધાડ અને હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ સ્પેશીયલી ટ્રેઇન કરવામાં આવેલા ડોગની મદદ લે છે. શહેર પોલીસ બેડામાં 8 ડોગ હતા. જે પૈકી બે ડોગને વય મર્યાદાથી વિદાય અપાઇ હતી. સાથી ડોગ દ્વારા બંનેને અનોખી વિદાય આપવામાં આવી હતી. સમારંભમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
શહેર પોલીસના ડોગ સ્ક્વોડના ઇન્ચાર્જ રણવીર એચ ઝાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બુધવારે ટ્રેકર ડોગ મોતી અને સ્નિફર ડોગ જીનાને વિદાય અપાઈ હતી. મોતી વર્ષ 2010માં સેવામાં જોડાયો હતો. પહેલા તે ગોધરામાં અને ત્યારબાદ 2018માં વડોદરા ટ્રાન્સફર કરાયો હતો. મોતીએ ગોધરામાં 5 મર્ડર અને વડોદરામાં 2 ગુનામાં તેને કામગીરી કરી હતી. રાજ્યકક્ષાની 10 પરેડમાં ભાગ લેનાર મોતીને નગૃહ મંત્રી તરફથી એવોર્ડ પણ મળ્યો છે.
ફિમેલ સ્નિફર ડોગ જીના વર્ષ 2014માં સ્ક્વોડમાં જોડાઈ હતી. કાર્યક્રમ પૂર્વે ચેકીંગ, બૉમ્બ મુક્યો હોવાના લેટર મળવાના બનાવો સમયે જીના એ સરાહનીય કામગીરી કરી હતી. રાજ્યકક્ષાની પરેડમાં ભાગ લેનાર જીનાએ 8 વર્ષની સેવા બાદ તે રિટાયર્ડ થઈ છે. હવે બંને ડોગને આણંદ ખાતેના ઓલ્ડ એ જ હોમમાં રખાશે. બુધવારે મોતીના ડોગ હેન્ડલર જગદીશ પ્રભાકર પાઠક અને જીનાના હેન્ડલર પરેશ કિશોર મકવાણાને તેમના ઘરના એક સભ્યને વિદાય આપતા હોવાનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું.