• ચાલુ વર્ષો કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવતા રથયાત્રાને મોટાભાગના શહેરોમાં શરતી મંજુરી આપવામાં આવી
  • વડોદરામાં કર્ફ્યુના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નિકળી
  • સોમવારે એલ એન્ડ ટી સર્કલથી લઇને ગેંડા સર્કલ સુધી એક તરફનો ટ્રાફિક જામ થઇ ગયો
  • પોલીસ દ્વારા ગણતરીના સમયમાં રથયાત્રા પુરી કરવામાં સફળતા મળી

WatchGujarat. વડોદરામાં છેલ્લા 40 વર્ષથી નિયમીત રીતે ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે રથયાત્રામાં સવાર થઇ નગર ચર્યાએ નિકળતા હતા. ગત વર્ષો કોરોના મહામારીના કારણે રથયાત્રા મોકુફ રાખવામાં આવી હતી. ચાલુ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત કર્ફ્યુના ચુસ્ત અમલ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. સમગ્ર રથયાત્રાનો ડ્રોન કેમેરાથી લેવામાં આવેલો રોમાંચકારી વ્યુ નિહાળો.

કોરોના મહામારીને કારણે રાજ્ય સહિત દેશભરમાં થતી ઉજવણીઓ પર રોક લાગી હતી. વડોદરા સહિત તમામ રથયાત્રાઓ પર મોકુફ રાખવામાં આવી હતી. જો કે, ચાલુ વર્ષો કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવતા રથયાત્રાને મોટાભાગના શહેરોમાં શરતી મંજુરી આપવામાં આવી હતી. વડોદરામાં કર્ફ્યુના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નિકળી હતી. ચાલુ વર્ષે રથયાત્રા સવારે 9 વાગ્યે નિકળી હતી. અગાઉથી નક્કી કરવામાં આવેલા ખલાસીઓએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ખેંચી આગળ વધારી હતી.

ચાલુ વર્ષે રથયાત્રા નિયત રૂટ પર ફરેલી રથયાત્રા 15 મિનીટ વહેલી પુરી થઇ હતી. પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્તપણે કાયદાનું પાલન થાય તેવા સખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેને કારણે ક્યાંક લોકોને ભોગવવાનો વારો આવ્યો હતો.

સોમવારે એલ એન્ડ ટી સર્કલથી લઇને ગેંડા સર્કલ સુધી એક તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેને લઇને પીક અવર્સમાં લોકોને ભારે મુશ્કેલોનો સામનો કરવો પડ્યો હતો. સવાર – સવારમાં ટ્રાફિક જામને કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવ્યો હતો. એટલું જ નહિ વડોદરાના અનેક વિસ્તારમાં લોકોની અવર – જવર પર રોક લાગતા મુશ્કેલીમાં વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા ગણતરીના સમયમાં રથયાત્રા પુરી કરવામાં સફળતા મળી હતી. પરંતુ જે રીતે પોલીસ દ્વારા કડકાઇ બતાવવામાં આવી હતી. જેને લઇને અનેક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. અને બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતી સર્જાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud