તબિબો અને સરકારને અથાગ પ્રયત્નોને કારણે આપણે કોરોનાની બીજી વેવ પર નોંધનીય નિયંત્રણ મેળવી શકાયું
GMERS હોસ્પિટલના ICU માં કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધાએ સારવાર દરમિયાન દાગીના ગુમાવ્યા
સમગ્ર મામલે ગોરવા પોલીસમાં ફરિયાદ થતા પોલીસ એક્શનમાં આવી
ગણતરીના સમયમાં મહિલા સર્વન્ટની ઘરપકડ કરી મુદ્દામાલ રીકવર કરાયો
Watchgujarat. કોરોના કાળમાં ચોરોના મનસુબા બુલંદ હતા. એક તરફ કોરોના પોઝીટીવ વ્યક્તિ આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોય તેવા સમયે પણ ચોર વિશેષ કળા વાપરીને ચોરી કરતા હોવાની ઘટનાઓ સામે આવતી હતી. વડોદરાની GMERS હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગણતરીના સમયમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.
https://youtu.be/eExtlPQs2RI
કોરોનાની બીજી ઘાતક વેવમાંથી આપણે સૌ પસાર થયા હતા. હાલ તબિબો અને સરકારને અથાગ પ્રયત્નોને કારણે આપણે કોરોનાની બીજી વેવ પર નોંધનીય નિયંત્રણ પામી શક્યા છીએ. પરંતું કોરોના કાળમાં એવી કેટલીય ઘટનાઓ સામે આવી હતી, જેમાં માનવતા શર્મસાર થાય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. GMERS હોસ્પિટલના ICU માં કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધા સાથે પણ એવું જ કંઇક બન્યું હતું. સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલી વૃદ્ધાના દાગીના ICU માંથી ચોરાયા હતા.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ અનુસાર, ભવનેશ વિનોદભાઇ જયસ્વાલ (ઉં- 46) તેમના પરિવાર સાથે લક્ષ્મીપુરા વિસ્તારમાં રહે છે. તેમના માતાની 04/06/2021 ના રોજ તબિયત બગડતા તેઓને સરકારી GMERS હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમના રિપોર્ટ કઢાવ્યા બાદ તેઓની સ્થિતી પ્રમાણે તેમને કોરોના વોર્ડ – ICU 55 માં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે પરિવારજનોએ હોસ્પિટલના સંકલન કેન્દ્રના કર્મીને તેમના માતાએ પહેરેલા દાગીના લઇને આપવા કહ્યું હતું. કર્મીએ તપાસ કરતા વૃદ્ધાએ કોઇ દાગીના પહેર્યા નહિ હોવાનું જણાવ્યું હતું. જો કે ત્યાર બાદ વૃદ્ધાની તબિયત સારી થઇ જતા તેઓ ઘરે પરત ફર્યા હતા. અને વૃદ્ધાએ હોસ્પિટલમાં દાખલ થતા સમયે પહેરેલા દાગીના ગુમ થવા મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીના દાગીનાની ચોરીની અન્ય અક ફરિયાદ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સંતોષ આનંદરાવ સુર્યવંશીના ફોઇ લીલાબેન કેદારને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમના કાનની સોનાની બુટ્ટી ચોરી થઇ હતી.
ઉપરોક્ત ચોરીના બંને કિસ્સામાં સારવાર લઇ રહેલી મહિલાઓનો કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલ ચોરી થયો હતો. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. અને મામલાની ઝીણવટ ભરી તપાસ કરતા હોસ્પિટલની મહિલા સર્વન્ટ અમૃતાબેન હરિજનનું નામ ખુલ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે દાગીની રીકવર કરીને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.