• ટેમ્પોમાં આગ લાગતા એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો
  • ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડા નીકળતા ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી પોતાના જીવ બચાવ્યો
  • હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી

WatchGujarat શહેરના રાજમહેલ રોડ પરથી પસાર થઇ રહેલા ડેકોરેશનના સામાન ભરેલા ટેમ્પામાં એકાએક આગ ફાટી નીકળી હતી. રસ્તાની વચ્ચોવચ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

શહેરના રાજમહેલ રોડ ઉપરથી ડેકોરેશનના સામાન ભરીને એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. ટેમ્પોના એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રસ્તા ઉપર મૂકી સલામત સ્થળે ખસી ગયો હતો. સૌપ્રથમ એન્જિનમાંથી ધુમાડા દેખાયા હતા દરમિયાન ટેમ્પોના એન્જિનમાં આગ ભભૂકી ઉઠી હતી. એન્જિનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થતાં ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો રસ્તા ઉપર મૂકી સલામત સ્થળે ખસી ગયો હતો

જોકે ટેમ્પોમાં આગ લાગતાની સાથે જ તે રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. બીજી બાજુ ટેમ્પોમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

 

પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટેમ્પોમાં પ્લાયવૂડ હોવાને કારણે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

 

બનાવમાં ટેમ્પો ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પોની બહાર નીકળી ગયો હતો. જો ન નીકળ્યો હોત તો ટેમ્પો ચાલક પણ આગની લપેટમાં આવી ગયો હોત. પરંતુ એન્જિનમાંથી ધુમાડા નીકળતા જ ટેમ્પો ચાલક રોડ પર ટેમ્પો મૂકીને ડ્રાઈવર સીટ છોડી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી

રાજ્યમાં હાલ બેવડી ઋતુ ચાલી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. સૂર્યના તેજ પ્રકોપથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધી શકે છે. સાથે જ 27 માર્ચ અને 28 માર્ચમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પહેલ દરિયા કિનારાવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud