વડોદરા સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ ન્યૂ રીલેક્ષ ઇનમાં ચાલતુ હતુ સેક્સ રેકેટ
સોશિયલ નેટવર્કીંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતુ હાઇપ્રોફાઇલ રેકેટ
SKOKKA નામની સાઇટ પર ક્લીક કરતા વોટ્સઅપ નંબરથી ગ્રાહકને અલગ-અલગ યુવતીઓના ફોટા મોકલવામાં આવતા
વોટ્સઅપના માધ્યમથી યુવતી બુક કરી ભાવ નક્કી કરાતો અને બાદમાં હોટલનુ લોકેશન મોકલવામાં આવતુ
Watchgujarat. શહેર પોલીસની SOG ( Special Operation Group) ટીમ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમની પ્રવૃતિઓ તેમજ ઓનલાઇન ઓપરેટ થતાં હાઇપ્રોફાઇલ સેક્સરેકટ પર નજર રાખવામાં આવી રહીં છે. તેવામાં વડોદરા ખાતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ અંગેની એસ.ઓ.જીને જાણ થતા હોટલ ન્યૂ રીલેક્ષ ઇનમાં દરોડો પાડી ત્રણ લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટને સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ઓપરેટ કરવામાં આવી રહ્યું હતુ. ગુગલ સર્ચમાં ઇસ્કોટ સર્વિસ ઇન વડોદરા સર્ચ કરતા “SKOKKA” નામની સાઇટ બતાવવામાં આવતી હતી. જે સાઇટ પર ક્લિક કરતાની સાથે જ એક વોટ્સઅપ નંબર આપવામાં આવતો હતો. જેની ઉપરથી ગ્રાહકને પસંદગી માટે જુદી-જુદી યુવતીઓના ફોટા મોકલામાં આવતા હતા. તેમજ વોટ્સઅપના માધ્યમથી જ યુવતીનો સમય મુજબ ભાવ નક્કી કરવામાં આવતો હતો.
[caption id="attachment_1224715" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara SOG Arrested 3 Accused from Hotel New Relax Inn[/caption]
એક વખત વોટ્સઅપ પર જીલ નક્કી થતાં ગ્રાહકને હોટલનુ લોકેશન મોકલી આપવામાં આવતુ હતુ. આમ પોલીસે તમામ ખરાઇ કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ ન્યૂ રીલેક્ષ ઇનમાં પહોંચી મેનેજરને મળતા બુક કરેલા રૂમમાં પસંદ કરેલી યુવતીને મોકલવામાં આવતી હોવાની ખાતરી થતાંની સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. આમ, વડોદરા શહેરની હોટલમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો ભાંડો ફુટ્યો હતો. આ મામલે પોલીસે હોટલમાંથી રમેશ પુંજાભઆઇ ડાભી, પ્રવિણ અર્જુનસિંહ ગોહિલ અને દેવરાજ મુકેશ કાપડીની અટકાયત કરી હતી. હોટલમાંથી તપાસ દરમિયાન પોલીસને મળી આવેલા કોન્ડોમ, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 39,700 સહિત જ્યારે હોટલ રીલેક્ષ ઇનના કચરૂ લાલજી પટેલ મળી ન આવતા તેને વોન્ટેડ જેહેર કરી શોધખોળ હાથ ધરી છે.