• સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ગણાવ્યા
  • પત્નીએ પતિ સામે ખોટા કેસ કરીને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો
  • પોલીસે પત્ની અને સાળા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

WatchGujarat શહેરના પથ્થરગેટ વિસ્તારમાં 4 દિવસ અગાઉ યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે ગળે ફાંસો ખાતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાની આપડા વ્યક્ત કરી હતી અને આપઘાત માટે પત્ની અને સાળાને જવાબદાર ઠેરાવ્યા હતા. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે પત્ની અને સાળા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય રમણભાઇ રાવળ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી લઈ ત્રણ સંતાન છે. જેમાં મોટા દીકરા ગોપાલના વર્ષ 2007માં ઝગડિયાના રાજપારડીમાં રહેતી મનીષા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ મોટા દિકરા ગોપાલની પત્ની મનિષા નાની નાની બાબતોને આગળ ધરી ઝઘડો કરતી હતી અને મરજી મુજબ પિયર જતી રહેતી હતી. આ ઉપરાંત સંયુક્ત કુટુંબમાં રહેતા બધા લોકો સાથે ઝગડા કરતી હતી.

લોકડાઉનના સમયે મનીષાએ ગોપાલ પર શંકા કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ગોપાલના નાના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને હેરાન કરી ઝઘડા કરતી હતી. દરમિયાન લોકડાઉન ખુલતાની સાથે જ મનીષા પોતાના પિયર ચાલી નીકળી હતી. ત્યારે થોડા મહિના બાદ પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન થતાં તે પરત વડોદરા પતિ ગોપાલ અને સંયુક્ત કુટુંબમાં રહેવા આવીહતી. પરંતુ, તેના સ્વભાવમાં કોઈ સુધાર આવ્યો ન હતો. વડોદરા આવ્યાના 1 મહિના સુધી શાંતિ રાખ્યાબાદ ફરીથી ઝગડા કરવાનું ચાલુ કરતા ગોપાલ તેને પિયરમાં છોડી આવ્યો હતો.

દરમિયાન મનીષાના ભાઈ ગિરીશ ઉર્ફે ગિશીએ બેહન મનીષાના માધ્યમથી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર ફોન આવવા લાગ્યા હતા. ત્યારે ગિરીશ પણ ફોન ઉપર તમે બધાને જેલમાં પુરાવી દઈશ તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. જેથી ગોપાલ માનસિક સ્ટ્રેસ અનુભવતો હતો.

સ્ટ્રેસમાં રહેવાના કારણે બીજી ફેબ્રુઆરીના રોજ ગોપાલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારે તેની પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં આત્મહત્યા માટે પત્ની મનિષા અને તેનો ભાઇ ગિરીશ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. આમ મનિષાએ અને તેના ભાઈ ગિરીશે ખોટા કેસો કરીને માનસિક ત્રાસ આપી ગોપાલને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો. સ્યુસાઇડ નોટના આધારે નવાપુરા પોલીસે મનીષા રાવળ અને ગિરીશ રાવળ(બંને રહે, રાજપરદી ગામ, ઝઘડિયા, ભરૂચ) વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud