• વડોદરા તરફથી કરજણ તરફ કોબીજની આડમાં લઇ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો
  • વડોદરા શહેર નજીકના પોર ઈટોલા ચોકડી ઉપર એલ.સી.બીએ વોચ ગોઠવીને બુટલેગરોને દબોચી લીધા
  • વિદેશી દારૂના પાઉચ 3168 નંગ અંદાજિત 3.16.800 રૂપિયાનો કુલ દારૂ જપ્ત પોલીસે જપ્ત કર્યો
  • પકડાયેલા બુટલેગરો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરાથી કરજણ તરફ જતા ટેમ્પામા કોબીજની આડમાં વિદેશી દારૂની ખેપ મારી રહ્યા હોવાની બાતમી વડોદરા એલ.સી.બી (Local Crime Branch)ને મળી હતી. પોલીસને બાતમી મળતા જ શહેર નજીકના પોર ઈટોલા ચોકડી ઉપર વોચ ગોઠવીને બુટલેગરોને દબોચી લીધા હતા. ટેમ્પામાંથી 3.16 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા એલ.સી.બી ની ટિમ વરણામા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરજણ-વરણામા હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી . તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને વડોદરા તરફથી કરજણ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. સાથે જ એક ગાડી તેનું પાયલોટિંગ કરી રહી છે.

આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટિમએ વડોદરા શહેર નજીક આવેલા પોર ઈટોલા ચોકડી ઉપર બાતમી વાળો ટેમ્પો અને ગાડીને પકડવા વોચ ગોઠવી હતી. ટૂંક જ સમયમાં તે ટેમ્પો અને ગાડી પોલીસની નજરે ચઢતા તેમને કોર્ડન કરી ઝડપી પડ્યા હતા. બાદ ટેમ્પાની તાપસ કરતા પોલીસ કર્મીઓને ટેમ્પામાં કોબીજની આડમાં વિદેશી દારૂ ભરી લઇ જવાતો હોય તે જોવા મળ્યું હતું. આ જોઈ પોલીસ કર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે વિદેશી દારૂના પાઉચ 3168 નંગ અંદાજિત 3.16.800 રૂપિયાનો કુલ દારૂ જપ્ત કરી અને સાથે જ પકડાયેલા બુટલેગરો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા બુટલેગરો

  • સત્યનારાયણ પૃથ્વીરાજ ચૌહાણ, રહે(બડા કોટડા તાલુકા ગડી જિલ્લા બાંસવાડા થાણા લોહરીયા રાજસ્થાન)
  • ભગવત ભોપાલ રાણાવત,રહે (દાદીયા તાલુકા ગોગુદા જિલ્લા ઉદેપુર થાણા ગોગુદા રાજસ્થાન)
  • મુકીશ દેવીલાલ પંચાલ, રહી (બડા કોટડા તાલુકા ગડી જિલ્લા બાંસવાડા થાણા લોહરીયા રાજસ્થાન)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud