• ગત રોજ બપોરે 12-30 વાગ્યાના અરસામાં ખોડીયારનગર સ્થિત વલ્લભ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી.
  • જ્વેલર્સના માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી લુંટારૂઓ ત્રણ સોનાની ચેઇન લુંટી ગયો હતો.
  • ક્રાઇમ બ્રાન્ચે માત્ર 5 કલાકમાં 4 લુંટારૂઓને ઝડપી પાડ્યાં

WatchGujarat. વડોદરા ખોડિયારનગર રોડ પર ગત તા.14 જુલાઈ ના રોજ વલ્લભ જ્વેલર્સ નામની દુકાનમાં આવી લૂંટારુ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાખી  દિલધડક લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. જે અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચએ ગણતરીના કલાકમાં લૂંટનો ગુનો આચરનાર ચાર ઈસમોની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા.14 જુલાઈ ના રોજ શહેરના ખોડિયાર નગર રોડ પર આવેલા શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટમાં વલ્લભ જ્વેલર્સ નામની દુકાનમાં ધોળા દિવસે એક લૂંટારુ દુકાનમાં આવી દુકાનદારની આંખમાં મરચું નાખી આશરે 1.40 લાખની સોનાની ત્રણ ચેન લૂંટી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા ડીસીપી સહિત બાપોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી.

વલ્લભ જ્વેલર્સમાં ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં જોતરાયેલી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, લુંટારૂઓ NH-8 પર અમદાવાદથી સુરત તરફ જઇ રહ્યાં છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાઇવે પર પહોંચતા ગોલ્ડન ચોકડી નજીકથી લુંટારૂઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ચારેય શખ્સોની કડકાઇથી પુછતાછ ચોંકાવનારી વિગત સામે આવી હતી.

પુછતાછ દરમિયાન જાણવા મળ્યું કે, લુંટનુ ષડયંત્ર રચનાર મુખ્યસૂત્રધાર પ્રિન્કેશ નગીનભાઈ પરમાર (રહે. 504 વૈકુંઠ 2 ખોડિયાર નગર ન્યુ.વી.એ.પી રોડ)એ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી જોઇ જ્વેલરી શોપ લુંટનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેણે તેના અન્ય સાગરીતો અક્ષીત મનોજભાઇ ચાવડા (જેને બાઇક પર ભાગવામાં મદદ કરી), મયંક જીતેશભાઇ પરમાર (જેને બાઇક દુકાનની આજુ બાદુ નજર રાખી અને કૌસ્તુભને બેસાડી દુકાન લઇ જવાની ભૂમિકા ઝવી હતી.)

સોશીયલ મીડિયાના યુગમાં ઇનસ્ટાગ્રામ સ્ટોરીથી પ્રેરિત થઇ પ્રિન્કેશએ લુંટનો પ્લાન ઘડ્યો અને હવે ઉપરોકત ચારેયની મદદદગારી બહાર આવતા તમામે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud