કારેલીબાગ પોલીસને ફરીયાદ મળતા જ સર્વેલન્સ સ્ટાફ હરકમાં આવ્યો અને લે લબરમુછીયાઓને ઝડપી પાડ્યાં
સાયકલ ચાલકનો રૂ. 5000 લુંટી લેનાર ફૈઝલ ઉર્ફે ફૈઝુ સામે ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પાસા પણ ભોગવી ચુંક્યો છે.
[caption id="attachment_1279783" align="aligncenter" width="1600"] Vadodara Karelibaugh Police arrested 2[/caption]
WatchGujarat. કોરોના કાળમાં અનેક લોકોની નોકરી છીનવાઇ છે, મહેનત કરી પરિવારનુ ગુજરાન ચલાવતા લોકો પેટે પાટા બાંધી મહેનત કરી પગારની રાહ જોતા હોય છે. અને પગાર મળ્યાની ખુશીમાં જ્યારે રૂપિયા લઇ ઘરે જતા કોઇ લફંગાઓ મહેનતની કમાઇ લુંટી જાય ત્યારે કેવી આંતરળી કકળે તે દુખઃ કોઇ નથી જાણતુ. પરંતુ સાયકલ ચાલક સાથે બનેલી આવી જ એક ઘટનામાં કારેલીબાગ પોલીસે લુંટમાં ગયેલી મહેનતની કમાઇ તેને પરત અપાવી બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે.
શહેરના કારેલીબાગ સ્થિત તુલસીવાડી ખાતે રહેતો વિશાલ અંબાલાલ સોલંકી કારના વર્કશોપમાં રૂ. 5000ના પગારની નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત રોજ વિશાલને તેની એક મહિનાની મહેનતની કમાઇના રૂ. 5000 પગાર મળ્યો હતો. એક મહિનાની મહેનતની કમાઇ લઇ વિશાલ પોતાની સાયકલ પર કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસેથી પસાર થઇ ઘરે જઇ રહ્યો હતો. તેવામાં અચાનક કાળા રંગની નંબર પ્લેટ વગરની મોપેડ ઉપર આવેલા બે શખ્સો પૈકીએ એક એ વિશાલની ફેંટ પકડી અને બીજા ખીંસીમાંથી પાકીટ કાઢી તેમા મુકેલી રોકડ રકમ લુંટી ફરાર થઇ ગયા હતા.
વિશાલની એક મહિનાની મહેનતની કમાઇ રૂ. 5000 લુંટી લેતા તે એક તબક્કે હતાશ થઇ ગયો હતો. દરમિયાન તેણે આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની સાથે બનેલી સમગ્ર ઘટના વર્ણવી હતી. જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર આર.એ જાડેજાએ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઇ ડે.જી તરાલને લુંટારૂઓને ઝડપી પાડવા સુચના આપી હતી. જેથી પી.એસ.આઇ તરાલ મોપેડ સવાર લુંટારૂઓને ઝડપી પાડવા તેમની ટીમ સાથે કામે લાગ્યાં હતા. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વિશાલે વર્ણવેલી કાળા રંગની નંબર વગરની મોપેડ જેની ઉપર કમળનુ સ્ટીકર લાગેલુ છે, તે બે શખ્સો મોપેડ પર આરાધના સીનેમાથી ખાસવાડી સ્મશાન તરફ જઇ રહ્યાં છે.
ચોક્કસ બાતમી મળતા જ પી.એસ.આઇ તરાલ અને સર્વેલન્સની ટીમ તાત્કાલીક સ્થળ પહોંચી હતી. જ્યાં નંબર પ્લેટ વગરની કાળા રંગની કમળના સ્ટીકર વાળી ડીઓ પર પસાર થઇ રહેલા લુંટારૂ ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઐયુબભાઇ ઘાંચી અને ફિરોઝહુસેન ઉર્ફે ગીટ્ટુ શબ્બીરહુસેન વ્હોરાને દબોચી લીધા હતા. પોલીસે બન્નેની અંગ ઝડતી કરતા વિશાલની મહેનતની કમાઇ રૂ. 5000 રીકવર કરી તેને પરત અપાવી હતી.
કારેલીબાગ પોલીસે ફૈઝલ ઉર્ફે ઉર્ફે અને ફિરોઝહુસેન ઉર્ફે ગીટ્ટુ સામે લુંટનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફૈઝલ ઉર્ફે ફૈઝુ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે, તેની સામે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 6 જેટલા ગુનાઓ નોંધાયેલા તેમજ પાસા પણ ભોગવી ચુંક્યો છે. જ્યારે ફૈઝલનો સાગરીત ફિરોઝહુસેન સામે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુનાઓ નોંધાઇ ચુંક્યાં છે.