• જીવલેણ ઈજાઓના લીધે 37 પક્ષીઓ એ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
  • લોકોમાં જાગૃતિ ને લીધે ગયા વર્ષ કરતા પક્ષી ઇજા અને મરણ નું પ્રમાણ સારું એવું ઘટ્યું: ડો.પ્રકાશ દરજી

WatchGujarat ઉત્તરાયણ પર્વે મુખ્યમંત્રીની પ્રેરણાથી અને રાજ્ય સરકારની જીવદયાની નીતિ હેઠળ પશુપાલન અને વન વિભાગના સંયુક્ત આયોજન અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓના સહયોગ થી દશ દિવસનું કરુણા અભિયાન 2021 હાથ ધરવામાં આવ્યું જેનું તા.20 ના રોજ સમાપન થયું હતું. આ 10 દિવસ દરમિયાન 599 પશુઓ અને 869 મુક પક્ષીઓ મળીને પતંગ, દોરા ના ઇજાગ્રસ્ત અને ઘૂઘરી સેવન થી બીમાર પડેલા સહિતના કુલ 1468 પશુ પક્ષીઓને તબીબી ટીમો દ્વારા યથાઉચિત જીવન રક્ષક સારવાર આપવામાં આવી હતી.ખૂબ મહેનત કરવા છતાં ઈજાઓ જીવલેણ હોવાને લીધે 37 પક્ષીઓના મરણ થયાં હતાં.

આ અંગે જાણકારી આપતાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે આ વર્ષે લોક જાગૃતિ અને સહયોગના પગલે ગયા વર્ષની સરખામણીમાં પક્ષીઓ નો મરણ દર સાવ નજીવો એટલે કે લગભગ 4.25 ટકા જેટલો રહ્યો છે. ઇજા ના કેસો ગયા વર્ષે 2500 થી વધુ હતા જેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.પશુપાલન અને વન વિભાગની 17 જેટલી કચેરીઓ ની સાથે પ્રાણી કલ્યાણ સંસ્થાઓ આ જીવન રક્ષક અભિયાનમાં જોડાઈ હતી.

અભિયાન ના ભાગ રૂપે મોટે ભાગે હાડકું ભાંગવાની ઈજાઓ થઈ હોય તેવા પક્ષીઓની બોન પીનિંગ સર્જરી, મસલ્સ જેવી ઈજાઓ માં ટાંકા લેવા અને જરૂરી ડ્રેસિંગ અને પાટાપિંડી ની કામગીરી તબીબી ટીમો એ નિષ્ઠાપૂર્વક કરી હતી. તેમણે જણાવ્યું કે ઇજા પામેલા પક્ષીઓના ટાંકા લેવા માટે અદ્યતન વાયક્રિલ નો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ ટાંકા તોડવાની જરૂર પડતી નથી અને ઘા રૂઝાતા આ ટાંકા આપમેળે શરીરમાં ઓગળી જાય છે.

અભિયાનના ભાગ રૂપે વન વિભાગ દ્વારા સયાજી બાગ નર્સરીમાં,સારવાર હેઠળના ઘાયલ પક્ષીઓ ને રાખવા માટે આશ્રય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જ્યાં 480 જેટલા ઇજાગ્રસ્ત કબૂતરો સાજા થઈ રહ્યાં છે જ્યારે સંપૂર્ણ સાજા થઈ ગયેલા 381 જેટલાં કબૂતરોને ગગન વિહાર માટે મુક્ત કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud