• રાજ્યમાં કોરોનાની બીજી લહેરની સુનામી જેવી સ્થિતીથી સૌ કોઇ વાકેફ છે
  • સરકારી તંત્ર અને તબિબોના અથાગ પ્રયત્નોને પગલે હવે કોરોના પર કાબુ મેળવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે
  • રવિવારે માહી રીસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાની ગંધ પોલીસને આવી જતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી ગયો
  • માહી રીસોર્ટના ફરાર સંચાલકને ઘટનાના ત્રીજા દિવસે પોલીસે પકડી પાડ્યો

Watchgujarat. રવિવારે વડોદરા જિલ્લામાં આવેલા માહી વોટર રિસોર્ટમાં ઓનલાઇન માધ્યમથી બુકીંગ કરાવીને જશ્ન માટે લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસે રેડ કરીને એકત્ર થનાર લોકો અને રીસોર્ટના સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી લઇને રીસોર્ટનો ફરાર સંચાલક શૈલેષ શાહ આજે પોલીસની ગીરફ્તમાં આખરે આવી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરની સુનામી જેવી સ્થિતીથી સૌ કોઇ વાકેફ છે. અનેક મુશ્કેલીઓ છતાં સરકારી તંત્ર અને તબિબોના અથાગ પ્રયત્નોને પગલે હવે કોરોના પર કાબુ મેળવાયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનો મતલબ બિલકુલ એવો નથી કે, કોરોના જતો રહ્યો છે. પરંતુ હવે લોકો બેફીકર બનીને કોવિડ ગાઇડલાઇનને ભુલી જઇને બિંદાસ્ત એકત્ર થઇ રહ્યા છે. જે ખોટું છે.

વડોદરા જિલ્લામાં માહી વોટર રીસોર્ટ આવેલું છે. કોરોનાની સરકારી ગાઇડલાઇનની અમલવારી ચાલુ છે, તેવા સમયે માહી રીસોર્ટના સંચાલકો દ્વારા ઓનલાઇન બુકીંગ લઇને અનેક લોકોને રીસોર્ટમાં રવિવારે એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે, મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાની ગંધ પોલીસને આવી જતા તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીમાં નાહવા પડેલા અનેક લોકો અને રીસોર્ટના સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ઘટનામાં રીસોર્ટનો સંચાલક શૈલેષ શાહ ફરાર થયો હતો. ઘટનાના ત્રીજા દિવસે આખરે સંચાલક પોલીસની ગીરફ્તમાં આવી ગયો હતો. મંગળવારે પોલીસે સંચાલક સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud