• શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રી સાંઇનાથ ઇલેક્ટ્રીકમાં આગની ઘટના બની હતી.
  • પ્રાથમિક તપાસમાં કંપનીના કચરામાં આગ લાગતા વૃદ્ધા બળીને મૃતયુ પામી હોવાનુ સામે આવ્યું હતુ.
  • પોલીસે કંપનીમાં લાગેલા સીસીટીવીની તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો
  • વૃદ્ધાએ જાતેજ કચરો ભેગો કરી તેમાં દિવાસળી ચાંપી આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા
  • બે વર્ષથી વૃદ્ધા એકલી કંપનીમાં રહેતી અને કામ કરતી હતી.
Vadodara Makarpura GIDC Fire
Vadodara Makarpura GIDC Fire

WatchGujarat.  શહેરના મકરપુરા જીઆઇડીસી ખાતે આવેલી શ્રી સાંઇનાથ ઇલેક્ટ્રીક કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ ફાયર બ્રીગેડને કરાતા લાશ્કરો તાત્કાલીક સ્થળ ઉપર દોડી આવ્યાં હતા. આગ પર કાબૂ મેળવવા લાશ્કરોએ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ભીષણ આગમાં એક વૃદ્ધા બળીને ખાક થઇ ગઇ હતી. બનાવની પ્રાથમિક તપાસમાં વૃદ્ધા આગની ઝપેટમાં આવતા મૃતયુ પામી હોવાનુ માનવામાં આવી રહ્યું હતુ. પરંતુ કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રી સાંઇનાથ ઇલેક્ટ્રીક કંપનીમાં આજે સવારે 8 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કંપનીમાં ભીષણ આગ લાગી હોવાથી બનાવની જાણ ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રીગેડના લાશ્કરોએ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન સંપૂર્ણ રીતે બળી ગયેલી હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો. જોકે આ બળી ગયેલી હાલતમાં જોવા મળેલા મૃતદેહના પગ પર નજર કરતા આ મૃતદેહ કંપનીમાં રહેતા 70 વર્ષીય સંતુબેન ભાભોરનો હોવાનુ જાણવા મળ્યું હતુ.

Vadodara Makarpura GIDC Fire
Vadodara Makarpura GIDC Fire

આ સમયે માંજલપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જ્યાં પોલીસે આ મામલે તપાસ કરતા કંપનીમાં લાગેલી આગની ઝપેટમાં વૃદ્ધા આવી જતા બળીને મૃતયુ પામ્યા હોવાનુ સામે આવ્યું હતુ. જોકે પોલીસને કંઇ અજુગતુ લાગતા કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો હતો.

Vadodara Makarpura GIDC Fire
Vadodara Makarpura GIDC Fire

જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એમ છાસીયાએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, બનાવની તપાસ કરતા કંપનીમાં લાગેલી સીસીટીવીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતુ કે, કંપનીમાં રહેતા વૃદ્ધાએ જાતેજ કચરામાં આગ લગાડી પોતે પણ સળગી જઇ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.

Vadodara Makarpura GIDC Fire
Vadodara Makarpura GIDC Fire
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud