• અનગઢ (રાજગઢ) ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલનું લગ્ન દોઢ વર્ષ પહેલા આણંદ જિલ્લાના સામરખા ગામના ભાટીયાપુરા પરાની શિવાની સાથે થયું
  • શિવાનીએ લગ્ન બાદ પ્રેમિને ભૂલી જવાને બદલે પિયરમાં આવ્યા પછી પણ પ્રેમિ સાથે ટેલિફોનીક વાતચિત કરીને પ્રેમ સંબધ ચાલુ રાખ્યો
  • રાજુ ગોહિલને મિલન ઉર્ફ સંજયના માથામાં જીવલેણ લાકડીનો ફટકો મારી લોહી લુહાણ કરી નાંખ્યો

Watchgujarat. પત્નીના પ્રેમિને યુક્તિ પૂર્વક ઘરે બોલાવ્યા બાદ પતિએ લાકડીના ફટકા માર્યા હતા અને પત્નીએ પોતાના પ્રેમિને ઝેરી દવા પિવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અનગઢ ગામમાં બનેલા આ ચકચારી બનાવ અંગે નંદેશરી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા દંપતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની માહિતી આપતા એ.સી.પી. બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા નજીક આવેલા અનગઢ (રાજગઢ) ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલનું લગ્ન દોઢ વર્ષ પહેલા આણંદ જિલ્લાના સામરખા ગામના ભાટીયાપુરા પરાની શિવાની સાથે થયું હતું. લગ્ન પહેલાં શિવાનીને પોતાનાજ ગામમાં રહેતા મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર (રાજપુત) સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ ચાલતો હતો. શિવાનીએ લગ્ન બાદ પ્રેમિને ભૂલી જવાને બદલે પિયરમાં આવ્યા પછી પણ પ્રેમિ સાથે ટેલિફોનીક વાતચિત કરીને પ્રેમ સંબધ ચાલુ રાખ્યો હતો. બે દિવસ પહેલાં રાજુ ગોહિલને પત્ની શિવાનીના પ્રેમ સબંધની જાણ થતાં ચોંકી ગયો હતો.

દરમિયાન તેણે પત્નીના પ્રેમીનું કાસળ કાઢી નાંખવા માટે મનોમન નક્કી કરી લીધું હતું. અને તા.2 જુનના રોજ પત્ની શિવાનીના પ્રેમિ મિલન ઉર્ફ સંજય પરમારને ફોન કરીને અનગઢ પોતાના ઘરે બોલાવ્યો હતો. પ્રેમિકાના પતિનો ફોન જતા મિલન ઉર્ફ સંજય ગામના મિત્ર ધર્મેન્દ્રકુમાર ઉપેન્દ્રભાઇ પરમારને લઇને અનગઢ આવ્યો હતો. મિલન ઉર્ફ સંજય પ્રેમિકાના ઘરે ગયો હતો. અને ધર્મેન્દ્રકુમાર પરમાર રાજુ ગોહિલના ઘર નજીક ઉભો રહ્યો હતો.

પ્રેમિકાના ઘરે પહોંચેલા મિલન ઉર્ફ સંજય પરમાર પાસે રાજુ ગોહિલે પત્ની શિવાનીના ફોટા માંગતા મામલો બિચક્યો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા રાજુ ગોહિલને મિલન ઉર્ફ સંજયના માથામાં જીવલેણ લાકડીનો ફટકો મારી લોહી લુહાણ કરી નાંખ્યો હતો. તે બાદ શિવાનીએ પ્રેમિ મિલન ઉર્ફ સંજયને ઝેરી દવા પીવડાવી દઇ ઘરની  બહાર મુકી દીધો હતો.

એ.સી.પી.એ વધુમાં જણાવ્યું કે, કલાકો સુધી મિલન ઉર્ફ સંજય પરત ન ફરતા રાહ જોઇને ઉભેલા તેના મિત્ર ધર્મેન્દ્રકુમાર પરમારે ફોન કર્યો હતો. દરમિયાન મિલન ઉર્ફ સંજય પરમાર લથડીયા ખાતો મિત્ર ધર્મેન્દ્રકુમાર જ્યાં ઉભો હતો તે જગ્યાએ આવી પહોંચ્યો હતો. મિલન ઉર્ફ સંજયની ગંભીર હાલત જોતા ધર્મેન્દ્રકુમારે 108 એમ્બ્યુલન્સ બોલાવી મિત્ર મિલન ઉર્ફ સંજયને ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તબીબોએ મિલન ઉર્ફ સંજયને મૃત જાહેર કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

દરમિયાન આ બનાવ અંગે ધર્મેન્દ્રકુમાર પરમારે 25 વર્ષના મિત્ર મિલન ઉર્ફ સંજય મુકેશભાઇ પરમાર (રાજપુત)ની હત્યા અનગઢ ગામમાં રહેતા રાજુ દલપતભાઇ ગોહિલે અને તેની પત્ની શિવાનીએ કરી હોવાની નંદેશરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે દંપતિ સામે હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud