• શહેરમાં રસ્તા રખડતા ઢોરોનો ત્રાસ દુર કરવા પાલિકા એક્શનમાં આવી હતી.
  • ઢોર પાર્ટીનો સુપરવાઇઝર જ પકડેલી ગાયોનુ સેટીંગ કરી છોડી દેતો હોવાની પોલ કુદ મેયર કેયુર રોકડીયાએ ખોલી
  • વડોદરા રસ્તે રખડતા ઢોરો પકડાય તો પછી પણ પાલિકાના લાચીયા કર્મીઓના કારણે અધિકારીઓને સાંભળવાનો વારો આવે છે.
  • વાડી વિસ્તારમાંથી 3 ગાયો પકડી હતી જે ગાયો ગૌપાલક સાથે સેટીંગ કરી છોડી દેવાય હતી.

WatchGujarat. શહેરમાં રસ્તે રખડાતા ઢોરોનો ત્રાસ તો છે જ, તેની વચ્ચે આપણને લાગે છે કે, પાલિકાનુ તંત્ર અને મેયર વાયદા કરવા સીવાય કશું જ કરતા નથી, પરંતુ પરિસ્થિતિ કેટલી વિપરીત છે, તેનો ખુદ ખુલાસો શહેરના પ્રથમ નાગરિક કેયુર રોકડીયાએ કર્યો છે. મેયરને ગતરોજ વોટ્સઅપ પર એક મેસેજ મળ્યો હતો કે, સાહેબ તમે ગાયો પકડવા તો મોકલો છો અને પકડાય પણ છે, પણ સેટીંગ કરી છોડી પણ દેવાય છે. બસ પછી તો જોવાનુ જ શું હતુ મેયર ખુદ મેદાનમાં ઉતર્યા અને તાત્કાલીક લાલચુ સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવા હુકમ કરી દીધો હતો. મેયરની તાત્કાલીક એકશન જોઇ પાલિકાની ઢોર પાર્ટીના અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Vadodara Cattels released by VMC Supervisor
Vadodara Cattels released by VMC Supervisor

આપણે સૌઉ જાણીયે છે કે, થોડા દિવસો પહેલા વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરા ખાતે યોજાયેલા સરદારધામના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આ સમયે સી.આર પાટીલે જાહેર મંચ પરથી મેયર કેયુર રોકડીયાને કહ્યું હતુ કે, મીટીંગો બંધ કરો અને કામ કરો, પરિણામ દેખાડો. સી.આર પાટીલની મેયરને આ ટકોર રસ્તે રખડાતા ઢોરો બાબતે હતી. જેની સામે મેયરે જવાબ આપતા મીડિયાને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સૌથી વધુ ગાયો વડોદરામાં પકડવામાં આવી છે. આજે મેયરની આ વાત સાચી સાબીત થતી જોવા મળી હતી.

એક તરફ મેયર દ્વારા પાલિકાની ઢોર પાર્ટીને રસ્તે રખડતા ઢોરોને પકડવા માટે અને તેમના માલિકનો દંડ ફટકારવાની કડક સુચના આપી હતી. જોકે મેયરની આ સુચનાનુ પાલિકાની ઢોર પાર્ટીએ ચુસ્તપણે અમલ પણ શુરૂ કરી દીધુ પરંતુ લાલચુ સુપરવાઇઝર પ્રદિપ લોખંડે જોર માલિકો સાથે સાંઠગાંઠ રાખી રૂપિયાની કડકી કરી અથવા અન્ય રીતે સેટીંગ કરી પકડેલા ઢોરો છોડી દેતો હોવાનો ખુલાસો ખુદ મેયર કેયુર રોકડીયાએ કર્યો છે.

તેવામાં મેયર કેયુર રોકડીયાને વોટ્સઅપ પર એક જાગૃત નાગરીકે મેસેજ સાથે બે વિડિઓ શેર કર્યા હતા. મેસેજમાં લખવામાં આવ્યું હતુ કે, સાહેબ તમે ગાયો પકડવા મોકલો છો ગાયો તો પકડાય છે, પણ ગાય પકડનાર માલિકો સાથે સેટીંગ કરી ગાયો એક ખુણામાં લઇ જઇને વ્યવહાર કરીને ગાયોને છોડી દેવામાં આવે છે. આ લોકો ઢોર પાર્ટીના લીધે પાર્ટીનુ નામ ખરાબ થાય છે. તો આપ ઢોર પાર્ટી વાળાને યોગ્ય કાર્યવાહી કરવાની કાર્યવાહી કરશો, મેયરને આ મેસેજ પુરાવા સાથે મળતા જ તેમણે તાત્કાલીક ઢોર પાર્ટીના સુપરવાઇઝર પ્રદિપ લોખંડેને સસ્પેન્ડ કરવા હુમક કર્યો હતો.

આમ કહીં શકાય કે, મેયર કામ કરવા માટે સુચનાઓ આપે છે તેનો અમલ પણ થાય છે, પરંતુ પ્રદિપ લોખંડે જેવા લાલચુ અને કડકી બાજ કર્મચારીઓના કારણે આખરે મેયર, પાલિકા અને ભાજપને બદનામ થવુ પડે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud