• વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કારેલીબાગ ખાતે ખાણીપીણીનું રાત્રિ બજાર આવેલું છે
  • કોર્પોરેશન દ્વારા દુકાનદારો ને 18  ટકા વ્યાજ સાથે ભાડૂ ભરવા માટે નોટિસો આપવામાં આવી
  • કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપી ભાડાની પઠાણી ઉઘરાણી શરૂ કરી

Watchgujarat. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારીમા વેપારીઓને સહકાર આપવા અપિલ કરી છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 18 ટકા વ્યાજ સાથે દુકાનોનુ ભાડું ન ભરનાર કારેલીબાગ સ્થિત ખાણીપીણીના રાત્રી બજારની 42 પૈકી 31 દુકાનોને સિલ મારી, દુકાનો ખાલી કરાવી હતી. કોરોનાના કારણે દોઢ વર્ષથી ભાડૂ ન ભરી શકતા દુકાનો ખાલી કરવાનો વખત આવતા દુકાનદારો રડી પડ્યા હતા.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કારેલીબાગ ખાતે ખાણીપીણીનું રાત્રિ બજાર આવેલું છે. કોર્પોરેશન દ્વારા આ બજારની દુકાનો હરાજીથી ભાડે આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા નક્કી કર્યા મુજબ ભાડું વસુલ કરવામાં આવે છે.

કોરોનાની મહામારીના કારણે આ રાત્રી બજાર છેલ્લા દોઢ વર્ષથી બંધ હતું. પરિણામે દુકાનદારો ભાડૂ ભરી શક્યા નથી. કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપી ભાડાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ દુકાનદારો ભાડૂ ભરી શક્યા ન હતા. અને ભાડૂ માફ કરવા મેયર, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. પરંતુ, કોર્પોરેશન દ્વારા દુકાનદારોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

દરમિયાન કોર્પોરેશન દ્વારા દુકાનદારો ને 18  ટકા વ્યાજ સાથે ભાડૂ ભરવા માટે નોટિસો આપવામાં આવી હતી. તે સામે દુકાનદારોએ ભાડૂ માફ કરવા પુનઃ રજુઆત કરી હતી. આમ છતાં કોર્પોરેશન દ્વારા દુકાનદારોને રાહત આપવાને બદલે દુકાનોને સિલ મારવાની શરૂઆત કરી હતી. કોર્પોરેશન દ્વારા દુકાનોને સિલ માર્યા બાદ પણ દુકાનદારોએ ભાડૂ ન ભરતા આજે દુકાનદારોને દુકાનો ખાલી કરાવતા વેપારીઓ દુકાનો ખાલી કરતા રડી પડ્યા હતા.

દુકાનદાર દિલીપભાઇ મોતીયાનીએ રડતા રડતા મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, અમો ભાડું ભરવા તૈયાર છે. પણ અમને રાહત આપવામાં આવ. કોર્પોરેશને દુકાનોને સિલ મારી ખાલી કરાવતા અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશુ. આજે અમો બેકાર થઇ ગયા. અમે કેવી રીતે જીવીએ છીએ, અમારૂ મન જાણે છે

દુકાનદાર દિનેશભાઇ ગુપ્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અમારી દુકાનો બંધ હતી. અમારી ભાડું ભરવાની તાકાત નથી. અમોને રાહત આપો અમે ભાડું ભરવા તૈયાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud