• ઓ.એન.જી.સી.ની લાઇનમા પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરતી ટોળકી ઝડપાય
  • રણોલીના યાદવ ટ્રાન્સપોર્ટના કંમ્પાઉન્ડ માંથી ઝડપાયા ભેજાબાજો
  • રાયપુરા – દરાપુરા ગામની સીમમાંથી ચોરતા હતા ક્રૂડ ઓઇલ

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલા આઇ.પી.સી.એલ. બ્રીજ પાસે યાદવ ટ્રાન્સપોર્ટના કંમ્પાઉન્ડ માંથી ચોરી કરેલા ક્રૂડ ઓઇલ ની હેરા ફેરી કરતી ટોળકીને વડોદરા શહેર પી.સી.બી (prevention of crime branch) ની ટીમે ઝડપી પડી છે. પીસીબીની ટીમના સપાટાને પગલે ઓઉલ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વડોદરા શહેર નજીક ઘણી બધી મોટી ઓઈલ કંપનો આવેલી છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ક્રૂડ ઓઈલની પાઇપ લઈનો પસાર થાય છે. કેટલાક ભેજાબાજો પાઇપ લઈનમાં પંચર કરી તેમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરી અને તેનો વેપલો ચલાવતા હોય છે. આવા અનેક બનાવો પહેલા પણ ઘણી બધી વાર બનેલા છે અને તે ગુનાઓ સાથે સંડોવાયેલા ઈસમો પણ ઘણી બધી વાર ઝડપાયેલા છે.

શ્રીજી ટેનામેન્ટ ગોરવા વડોદરા વિસ્તારનો રહેવાસી ક્રૂડ ઓઇલ/ કાલા સોના કિંગ કહેવાતો ભેજાબાજ અમરસિંહ રાઠોડ જે અગાઉ પણ ક્રૂડ ઓઈલના ગુણમાં ઝડપાયો હતો અને તેની સજા કાપી ચુક્યો હતો, એક વાર ગુનામાં પકડાયેલો તે છતાં ગુનો આચરવાનું તેને બંધ ન હતું કર્યું.

ક્રૂડ ઓઇલ ચોર અમરસિંહ રાઠોડ શહેરના રૂરલ વિસ્તારની કોઈક જગ્યાએ થી  ક્રૂડ ઓઈલની પાઇપ લઈમાં પંચર કરી અને ક્રૂડ ઓઇલ ચોરી કરતો હતો. વડોદરા શહેર નજીક આવેલ રણોલી આઈ.પી.સી.એલ બ્રિજ પાસે  શશી યાદવની ઓફિસ,  યાદવ  ટ્રાન્સપોટાના કંમ્પાઉન્ડમાં લાવી ઇલકેટ્રીક મોટર દ્વારા ચોરી કરી લાવેલ ક્રૂડ ઓઈલને ટેન્કરોમાં ભરી તેની હેરા ફેરી કરતો હતો. અને તેના ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવવાનું કામ ચાલુ હોવાની આવી બાતમી વડોદરા શહેર પી.સી.બી શાખાને મળી હતી.

જે અંગે શહેર ની પી.સી.બી શાખા એ ટીમ તૈયાર કરી અને યાદવ ટ્રાન્સપોર્ટ કંમ્પાઉન્ડમાં રેડ પાડી હતી. ત્યાં પહોંચતા જ  ટેન્કરો અને ચોરી કરેલું ક્રૂડ મળી આવ્યું હતું. જેને પગલે સ્થળ પર હાજર 2 ઈસમો હનુમાન વણઝરા અને શશીકાંત યાદવની ધરપકડ કરી હતી. અને આરોપીઓની ઘનિષ્ટ પૂછપરછ કરતા જાણવા મળ્યું  કે, ઓ.એન.જી.સી. ની ટી.પી.એલ. (ટ્રાંક પાઇપ લાઇન) કેજે અંકલશ્વેર- સરસ્વની થી કોયલી ટર્મિનલ ખાતે આવે છે. જેમાં  રાયપુરા – દરાપુરા ગામની સીમમા ખેતર પાસે થી પસાર થતી પાઇપ લઈનમાં પંચર કરી વાલ્વ બેસાડ્યો હતો. અને આ ક્રૂડ ઓઇલ ત્યાં થી ચોરી કરી લાવેલા અને સાથેજ અમરસિંહ રાઠોડ ,સંજય ઉર્ફે કાલિયો અને મદનલાલ લક્ષ્મણ આ ગુના સાથે સંડોવાયેલા છે તેવું જણાવ્યું હતું.

આ વિશે પોલીસે પકડાયેલા ઈસમોની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અને ગુના સાથે સંડોવાયેલા આરોપીઓને વૉન્ટેડ જાહેર કરી કુલ રૂ.43.15 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને વધુ તાપસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud