• પંચમહાલના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામની ઘટના
  • ગળાડુબ પ્રેમમાં પડેલા સગીર અને સગીરાએ ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

WatchGujarat. સગીર વયે પ્રેમ સંબંધો બંધાયા પરંતુ સમાજ તેમના પ્રેમને નહિં સ્વીકારે તેની બીકે કિશોર અને કિશોરીએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો. સગીર પ્રેમ કહાનીના કરૂણ અંજામ બન્નેએ ઝાડ પર એક જ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો. જોકે બન્નેની અંતિમ યાત્રા એક સાથે જ નિકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતુ.

પંચમહાલના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે રહેતા સગીરને તેની જ ઉમરની યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને એક બીજાના ગળાડુબ પ્રેમમાં હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓના સંબંધોને સમાજ નહિં સ્વીકારે તેવી ભીતી બન્નેને સતાવી રહી હતી. તેવામાં આ સગીર પ્રેમી પંખીડાઓએ જીવનનો અંત લાવી દેવાનો નિર્ણય કર્યો અને ઘર નજીક આવેલા ડુંગર તરફ જવાના રસ્તે આંબલીના ઝાડ પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ બન્નેએ જીવનનો અંત લાવી દીધો હતો.

બન્નેએ આ રીતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની ઘટનાથી તેમનો પરિવાર પણ અજાણ હતો. સવારે ગ્રામજનો જ્યારે ડુંગર તરફના રસ્તે જઇ રહ્યાં હતા, ત્યારે તેઓની નજર આંબલીના ઝાડ પર લટકી રહેલા યુવક યુવતિ ઉપર પડી હતી. આ દ્રશ્યો જોઇ સમગ્ર ગામ ભેગુ થયુ અને બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. જેથી રાજગઢ પોલીસે સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહો નીચે ઉતારી તેમની ઓળખ છતી કરી હતી.

દરમિયાન યુવક અને યુવતિના પરિવારને આ ઘટનાની જાણ થતાં તેઓ તેમના માથે આભ તૂટી પડ્યું હતુ. પોલીસે બન્નેના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી અંતિમક્રિયા માટે પરિવારને મૃતદેહ સોંપી દેવાયા હતા. સગીર પ્રેમી પંખીડાઓની પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવતા તેમના પરિવાર દ્વારા બન્નેની અંતિમયાત્રા એક સાથે જ કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો જોઇ આખું કરોડ ગામ હિબકે ચઢ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud