• વડોદરા રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે હોટલમાં દેહવેપાર ચાલતો હોવાની બાતમી PCB ને મળી હતી.
  • ડમી ગ્રાહક મોકલી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું
  • હોટલના રૂમમાંથી મહારાષ્ટ્રની મહિલા કઢંગી હાલતમાં મળી
  • પોલીસે હોટલના માલિક અને એજન્ટની ધરપકડ કરી


WatchGujarat  શહેરમાં ચાલતા દેહવેપાર પરના ગોરખ ધંધાને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાંજ અકોટા જેવા પોષ વિસ્તારમાંથી ઓનલાઇન સેક્સ રેકેટનુ કૌભાંડ ઝડપાયુ હતુ. તેવામાં સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલમાં દેહવેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી PCBની ટીમને મળી હતી. જેના આધારે હોટલમાં ડમી ગ્રાહકો મોકલી દેહવેપારનો પર્દાફાશ કર્યો હતો.

બનાવ સંદર્ભે PCB પી.આઇ જે. જે પટેલએ watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું હતુ કે, વડોદરા રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે આવેલી મમતા હોટલમાં દેહવેપાર ચલાતો હોવાની બાતમી અમને મળી હતી. બાતમીના આધારે પોલીસ ડમી ગ્રાહકને તૈયાર કર્યો હતો. ગ્રાહકે પહેલાતો ફોન મારફતે એજન્ટ સુમિત કૃષ્ણચંદ્ર મિશ્રા સાથે વાત કરી હતી. ફોન ઉપર વાત કર્યા બાદ ડીલ નક્કી થઇ અને કહેવા મૂજબ રૂ. 2000 રોકડા એજન્ટને આપ્યાં હતા. રોકડ રકમ હાથમાં આવતાની સાથે જ ગ્રાહકને હોટલનો રૂમ નંબર આપી દેવામાં આવ્યો હતો.

ઓપરેશ પાર પાડવા માટે ડમી ગ્રાહકને અગાઉથી સમજાવ્યા મુજબ તે હોટલના રૂમમાં પહોંચ્યો હતો. હોટલના રૂમ નૃ-305માં પહેલાથી જ એક મહિલા હાજર હતી. ગ્રાહક રૂમમાં પહોંચતા જ મહિલાએ ફોસલાવવાનુ શરૂ કર્યું હતુ. દરમિયાન ડમી ગ્રાહકે રૂમની બારીમાંથી કાગળનો ડુચો બહાર ફેંક્યો, જે સીગ્નલ મળતા જ અમારી ટીમ હોટલની અંદર પહોંચી હતી. મમતા હોટલના રિસેપ્શન પપર હાજર એજન્ટ સુમિત મિશ્રા અને હોટલના માલિક જીજુ કે. ફીલીપભાઇને દબોચી લેવામાં આવ્યાં હતા.

આમ મમતા હોટલમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ કરી પોલીસે મહિલાને દેહવેપારના ચુંગલમાંથી બહાર કાઢી હતી. જ્યારે હોટલ માલિક અને એજન્ટ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud