• કાયદાના ભક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ DGP આશિષ ભાટિયા
  • રાજ્યના DGP આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે
  • ચકચારી સ્વીટી પટેલ કેસમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનું મોટું નિવેદન સામે આવ્યું
  • કાયદાના ભક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ DGP આશિષ ભાટિયા
  • સ્વીટી પટેલના હત્યારા પતિ PI અજય દેસાઈ અને તેના મદદગાર કોંગ્રેસના અગ્રણી કિરીટસિંહ જાડેજાની આટકાયત કરવામાં આવી

WatchGujarat. વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યાકેસ મામલે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા મહત્વુનું નિવેદન આપવામાં આવ્યું છે. આ મામલે નિવેદન આપતાં આશિષ ભાટિયાએ કહ્યું, “PI અજય દેસાઈ રક્ષક નહીં, ભક્ષક છે, પોલીસ કર્મચારીએ જનતાનું રક્ષણ કરવાનું હોય છે એની જગ્યાએ અજય દેસાઈએ ભક્ષક તરીકે કામ કર્યું, પીઆઇ અજય દેસાઇને દાખલા રૂપ સજા મળે એવા પ્રયત્ન રહેશે”

તમને જણાવી દઈએ કે આ કેસમાં સ્વીટી પટેલના હત્યારા પતિ PI અજય દેસાઈ અને તેના મદદગાર તરીકે કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની આજે ધરપકડ કરવામાં આવી છે. જે બાદ વડોદરામાં પીટીએસ બરોડા ખાતે ઘોડિયા ઘરના ઉદ્ઘાટન કાર્યક્ર માટે રાજ્યના DGP આશિષ ભાટિયા આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું.

આ મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ગુનો ડિટેક્ટ થઇ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ATSની ટીમે મળીને સારી કામગીરી કરી છે. જોકે વડોદરા પોલીસ પણ યોગ્ય લાઇન પર કામગીરી કરી હતી. આગામી દિવસોમાં કેસ મજબૂત થાય તેની કાર્યવાહી કરવામાં આવશે. આ વિશે વાત કરતાં સ્વીટી પટેલના પતિ પીઆઈ અજય દેસાઈને ભક્ષક ગણાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર આશિષ ભાટિયાએ અંગે વાત કરતાં કહ્યું હતું કે, પોલીસનું કામ તો જનતાનું રક્ષણ કરવાનું હોય છે, પરંતુ  PI અજય એ તો ભક્ષક તરીકે કામ કર્યું છે. આ મામલે અમે પુરતા પુરાવા કોર્ટમાં રજૂ કરીને ગુનેગારોને દાખલારૂપ સજા થાય તેવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત PI સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલની હત્યા પતિ પીઆઈ અજય દેસાઈએ કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud