• દુકાનદારને પોલીસે મારવાની વિડીયોએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી હતી
  • બે દિવસ પહેલા રાત્રીના સમયે માંજલપુર પોલીસના જવાનો 10 વાગ્યા બાદ ખુલા રહેલા પાનના ગલ્લા પર પહોંચ્યા
  • દુકાનમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઢોર માર માર્યો
  • સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા
  • માંજલપુર પોલીસ સ્ટેશનના બે જવાનો સામે ઇન્કવાયરી બાદ સસ્પેન્શનનો નિર્ણય લેવાયો

WatchGujarat. વડોદરામાં ગત રોજ સોશિયલ મીડિયામાં માંજલપુર પોલીસ સ્ટેશનના બે જવાનો દ્વારા દુકાનદારને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વિડીયો વાયરલ થયા સમગ્ર મામલો પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યો હતો. સમગ્ર ઘટના સપાટી પર આવ્યાના ગણતરીના કલાકોમાં માંજલપુર પોલીસ સ્ટેશનના બે જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શહેરના વડસર બ્રીજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. ગત રોજ રાત્રીના 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. તેવામાં માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં, ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. એટલેથી પેટના ભરાયુ તો પોલીસ કોન્સ્ટેબલનો દુકાનનુ શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. જોકે પોલીસ કર્મીઓના મારથી થાકી ચુકેલા દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા છતાંય તેઓ માર મારતા રોકાયા ન હતા.

સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. અને પ્રથમ બંને સામે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ બની રોફ ઝાડતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ સમાન છે. ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલા કડક પગલાને કારણે ભવિષ્યમાં પોલીસ કર્મી રોફ ઝાડતા પહેલા વિચારશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud