• દશામાંના આરાધના પર્વ પહેલા ઉજવણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા
  • પોલીસ દ્વારા જાહેર જાણતાને નિયમોનું પાલન કરવાની પબ્લી એનાઉન્સમેન્ટ કરી જાહેરાત કરવામાં આવી
  • આગામી આવનાર તાહેરવારના નિયમોનું જે કોઈ પાલન નહિ કરે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

WatchGujarat. તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરોને લઇ ને રાત્રી કર્ફ્યુ અને કોરોના ગાઇડલાઇનના નિયમો અંગે છૂટછાટના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સમાં વધુમાં વધુ ચાર ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવામાં આગામી 8 ઓગસ્ટએ શરુ થનાર દશમમાંના તહેવાર અંગ વડોદરા શહેરના સી.ડિવઝનમાં આવનાર રાવપુરા અને નવાપુર વિસ્તારમાં પોલીસ દ્વારા દશામાંના તહેવાર વિશે જાહેર જનતાને કોરોના ગાઇડલાઇન અને દશામાંના આરાધના પર્વ અંગે લેવામાં આવેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. પબ્લીક એનાઉન્સમેન્ટ થકી નીચે જણાવેલા મહત્વના મુદ્દાઓ અંગે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસો કરવામાં આવ્યો હતો.

દશામાં ના તહેવાર અંગે શહેરમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

-દશામા ની મૂર્તિ ચાર ફૂટથી મોટી રાખવી નહિ

-ડી.જે નો ઉપયોગ કરવા દેવામાં આવશે નહિ

-સ્થાપન અને વિસર્જન માટે વરઘોડો કાઢવા દેવામાં આવશે નહિ

-દશામાં ની મૂર્તિનું વિસર્જન પોતાના ઘરે જ કરવાનું રહેશે

-માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે

જે કોઈ વ્યક્તિ સૂચનાનું પાલન નહિ કરે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud