• સિટી સ્કેન માટે ગોત્રી અને સયાજી સરકારી હોસ્પિટલોમાં રૂ.1200નો દર નક્કી કરાયો
  • ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહની દરમિયાનગીરી બાદ ઓએસડીએ જાહેરનામું બહાર પાડ્યું

WatchGujarat રાજ્યમાં અને શહેરમાં ચૂંટણીબાદ ફરી એક વાર કોરોનાના કેસોમાં ધરખમ વધારો આવ્યો છે. રાજકીય પક્ષોના કારણે ફરી એકવાર કોરોને માથું ઉંચુ કર્યું છે. ત્યારે કોરોનાના કેસોમાં વધારો થતા સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક સિટી સ્કેન સેન્ટરો આડેધડ ચાર્જ વસૂલતા હતા. તેમના પર અંકુશ મૂકવા માટે તંત્ર દ્વારા હાઇરિઝોલ્યૂશન સિટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે.

આ નિયત ભાવથી વધુ કોઇ વ્યક્તિ કે સેન્ટર ભાવ વસૂલશે તો તેની સામે તંત્ર દંડનીય કાર્યવાહી હાથ ધરશે. ત્યારે સરકારી હોસ્પિટલો એટલે કે ગોત્રી અને એસએસજી ખાતે સિટી સ્કેનના રૂ.1200નો ચાર્જ લેવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 2500 ચાર્જ લેવાની મર્યાદા એક સિટી સ્કેન દીઠ નક્કી કરવામાં આવી હતી.

આ નવા દર શુક્રવાર 26મી માર્ચ એટલે કે આજથી શહેરીજનો માટે લાગુ પડશે. ઓએસડી ડો. વિનોદ રાવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે લોકોને છાતીમાં સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે સિટી સ્કેનના રિપોર્ટ કઢાવતા હોય છે. કેટલાક પરિવારમાં તો એક કરતા વધુ લોકોને સિટી સ્કેન કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. આ માટે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઇમેજિંગ સેન્ટરો અને લેબમાં લાઇનો પણ લાગતી હતી. કેટલાક સેન્ટરો પણ રવિવારે વધુ ચાર્જ વસૂલતા હતા. જેની સામે લોકોમાં પણ અસંતોષ ફેલાયેલો હતો. ત્યારે શહેરમાં સિટી સ્કેનના ભાવમાં અંકુશ લાવી તંત્રે લોકોને રાહત અપાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના શહેર પ્રમુખ ડો. વિજય શાહે આ ભાવ મર્યાદામાં આવે તે માટે અગાઉ પણ રજૂઆત કરી હતી. જોકે સિટી સ્કેનના ભાવ હોસ્પિટલોમાં કોઇ નિયત ન હતા પણ કોરોના મહામારી હોવાના પગલે તંત્ર દ્વારા સિટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યાં છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 2500 ચાર્જ લેવાની મર્યાદા એક સિટી સ્કેન માટે નક્કી કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud