ગોત્રી મેડીકલ કોલેજમાં રેગીંગની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી
ગત રોજ પોલીસ દ્વારા હોસ્પિટલ તંત્રની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
રેગીંગ કરનારાઓનું ભવિષ્ય ન બગડે તે માટે પોલીસ કાર્યવાહી નહિ, 5 તબિબિ વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા
WatchGujarat. ગોત્રી મેડીકલ કોલેજ (GMERS) માં તબિબિ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો રેગીંગના મામલાએ ભારે ચકચાર માચવી હતી. સમગ્ર મામલે હાલ પ્રાપ્ત વિગતો પ્રમાણે, તબિબિ વિદ્યાર્થીઓ સામે કોઇ પોલીસ કાર્યવાહી નહિ થાય અને રેગીંગમાં સંડોવાયેલા 5 તબિબિ વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે રેગીંગની ઘટનામાં કાર્યવાહીને લઇને ચાલતી વિવિધ અટકળોનો અંત આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે.
કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં સરકારી કોવિડ ફેસીલીટી તૈયાર કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવ્યા બાદ ગોત્રી મેડીકલ કોલેજમાં રેગીંગની ઘટના સામે આવી હતી. જેને કારણે શહેર નહિ પરંતુ રાજ્યમાં તેના પડઘા પડ્યા હતા. ગત રોજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. અને એસીપી ભેંસાણીયા દ્વારા ગોત્રી મેડીકલ કોલેજ તરફથી ફરિયાદ બાદ કાર્યવાહી કરવાનું મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું. પરંતુ આજે મામલામાં વળાંક આવ્યો છે.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સમગ્ર મામલે તપાસ કરી રહેલી કમિટીએ રેગીંગનો ભોગ બનેલા તબિબિ વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતાનું નિવેદનો લીધા હતા. અને તમામ પાસાઓના અભ્યાસ બાદ કમિટી દ્વારા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે રેગીંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં નહિ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ મામલાની ગંભીરતાને જોતા રેગીંગમા સંકળાયેલા 5 તબિબિ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અને તમામને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખીય છે કે, ગોત્રી મેડીકલ કોલેજમાં રેગીંગનો કિસ્સો સામે આવતા મામલાએ તુલ પકડ્યો હતો. અને રાજ્ય સરકાર સુધી તેની નોંધ લેવાઇ હતી. ગત રોજ સુધી મેડીકલ કોલેજ તંત્ર ફરિયાદ કરે ત્યાર બાદ પોલીસ કાર્યવાહી કરવા પણ તૈયાર હતી. પરંતુ રેગીંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ હવે રેગીંગ કરનારાઓ પર પોલીસ કાર્યવાહી નહિ પરંતુ કમિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.