• 102 ટીમો ઘરે સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લેશે અને રોગના લક્ષણો પર નજર રાખવાની સાથે જરૂરી દવાઓ આપશે
  • આવશ્યકતા જણાશે તો આગામી દિવસોમાં ટીમોની સંખ્યા વધારવામાં આવશે.
  • આ ટીમો દર્દીઓને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે અને દિવસમાં એક કે બે વાર તેમનો ટેલીફોનીક સંપર્ક કરશે.

WatchGujarat ઘરે સારવાર હેઠળના વડોદરા શહેરના કોવીડના દર્દીઓની ઉચિત સાર સંભાળ લેવા માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ આજરોજ ગુરુવારથી સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેના હેઠળ, પ્રત્યેક બે સદસ્યોની બનેલી 102 ટીમો શહેરી વિસ્તારમાં ઘેર રહીને સારવાર લઈ રહ્યાં છે. તેવા કોરોનાના દર્દીઓની મુલાકાત લેશે અને રોગના લક્ષણો પર નજર રાખવાની સાથે ,તેમની સારવારનું યોગ્ય સંકલન કરશે અને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે. આવશ્યકતા જણાશે તો આગામી દિવસોમાં ટીમોની સંખ્યા વધારવામાં આવશે.

પ્રત્યેક ટીમ દૈનિક ઘરે સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ, પલ્સ ઓક્સીમિટર, બીપી માપક યંત્ર અને થર્મલ ગન જેવા ઉપકરણોની મદદથી તાપમાન,લોહીનું દબાણ, પ્રાણવાયુંનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરશે અને દર્દીની સારવાર પર નજર રાખશે. આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

તેના માટે ઘરે સારવાર હેઠળના દર્દીઓને જોખમના આધારે મૂલવી, વડીલો અને અન્ય જોખમી રોગ પીડિતોને મુલાકાતમાં અગ્રતા આપવામાં આવશે. આ ટીમો દરરોજ અથવા એક દિવસના આંતરે દર્દીઓની મુલાકાત લેશે અને જો કોઈ દર્દીને દવાખાનામાં દાખલ કરવાની જરૂર લાગશે તો તેનું સંકલન કરશે. આ ટીમો દર્દીઓને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે અને દિવસમાં એક કે બે વાર તેમનો ટેલીફોનીક સંપર્ક કરશે.

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારીઓ આ ટીમોની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત ઘર મુલાકાત અને ફોલોઅપની નોંધ રખાશે તથા જરૂર જણાય તેવા કિસ્સાઓના ટેલી મેડીસીન સેવાઓ સાથે વધુ સારવારનું સંકલન કરશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud