• સાવલી તાલુકાના લાસાવાડી ગામ નજીક સાંજે 7-30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના
  • બે બાઇક સામ સામે આવી જતા ગંભીર અકસ્માત સર્જાતા બન્ને બાઇક બળીને ખાક થઇ ગઇ
  • બે બાઇખ પર સવાર 6 લોકો પૈકી મહિલાનો આબાદ બચાવ જ્યારે એક યુવાન મોત અને ચાર લોકો ગંભીર રીતે દઝાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Savli Bike Accident
Savli Bike Accident

WatchGujarat.  વડોદરા શહેર નજીક આવેલા સાવલી તાલુકાના લાસાવાડી ગામ નજીક મોડી સાંજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામ સામે આવી જતા ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત સર્જાતા બન્ને બાઇક ભડકે બળી હતી. જ્યારે બાઇક પર સવાર એક મહિલા સહિત 6 લોકો દઝાયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં એક 15 વર્ષીય યુવાનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે બાઇક પર સવાર દઝાયેલા અન્ય 4 લોકોની હાલત ગંભીર હોવાથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં છે.

Injured in Bike Accident
Injured in Bike Accident

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સાવલી તાલુકાના લાસાવાડી ગામ ગામે રહેતા ત્રણ યુવાનો એક જ બાઇક પર સવાર થઇ ગામ નજીકથી પસાર થઇ રહ્યાં હતા. દરમિયાન પરથમપુરા મોર આમલી ગામે રહેતી એક મહિલા સહિત ત્રણ લોકો સામે તરફથી અન્ય બાઇક સવાર હતા. તેવામાં બન્ને બાઇક લાસાવાડી ગામ નજીક સામ સામે આવી જતા ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બન્ને બાઇક એકા એક ભડકે બળી હતી. જેમાં બાઇક પર સવાર યુવાનો દઝાયા હતા. જ્યારે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

Burned in Bike Accident
Burned in Bike Accident

બે બાઇક વચ્ચે થયેલા આ વિચિત્ર અકસ્માતમાં 15 વર્ષીય ચિરાગ તખતસિંહ જાધવનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અક્સમાતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર વ્યક્તિઓને તાત્કાલીક સારવાર અર્થે 108 એમબ્યૂલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચારેયને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ચારેય વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે.

108 Ambulance at accident spot
108 Ambulance at accident spot

બાઇક અકસ્માંત ગંભીર રીતે ઘવાયેલાઓની યાદી

  • વિઠ્ઠલભાઇ કેસરીસિંહ જાદવ
  • હરેશભાઇ તખતસિંહ જાદવ
  • જયદીપભાઇ દિનેશભાઇ રાવળ
  • વિનોદભાઇ ઇશ્વરભાઇ રાવળ
  • મધુબેન દિનેશભાઇ રાઠોડ (મહિલાનો આબાદ બચાવ)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud