• ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા હતા
  • ગુજરાતમાં અલગ અલગ 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી હતી
  • વડોદરામાં એક પેટ્રોલ પંપના માલિક બહાર ગામ હોવાને કારણે તપાસ લાંબી ચાલી શકે તેમ છે
  • તમામ દ્વારા રિટર્ન ભરાયા છે કે નહિ અને નંબર વગર કેટલું વેચાણ કરવામાં આવ્યું છે. તે અંગેની તલસ્પર્શી તપાશ શરૂ કરી દેવામાં આવી

WatchGujarat. વડોદરા સહિત રાજ્યના 104 ના પેટ્રોલ પંપ પર સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડ્યા હતા. તેમાંથી વડોદરામાં 9 પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરામાં 9 પૈકી 7 પેટ્રોલ પંપ પર  તપાસ પુર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય 2 પંપ પર કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં એક પંપ પર માલિક બહાર ગામ હોવાથી તપાસ લાંબી ચાલશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા હતા. જેમાં ખાસ કરીને વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યુ હોવાનું ધ્યાને આવતા SGSTના અધિકારીઓએ દરોડા પાડયા છે. હાલ ગુજરાતમાં અલગ અલગ 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ છે. જેમાં રાજકોટમાં – 15, આણંદ – 4, બનાસકાંઠા – 4 , ગોધરા – 4, ખેડા – 7 , પોરબંદર – 5 રાજકોટ – 15, વડોદરામાં – 9, પોરબંદર, જામનગર – 9 , અમદાવાદ – 6 , વલસાડ – 4,  સુરત – 8 તથા અન્ય 29 મળી કુલ 104  માં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા છે. ઉપરોક્ત કામગીરીમાં રૂ. 400 કરોડનું વેચાણ વેટ રજીસ્ટ્રેશન વગર કરવામાં આવ્યું હોવાની આશંકા છે.

વડોદરામાં અત્યાર સુધીની કામગીરીમાં 9 પૈકી 7 પેટ્રોલ પંપ પર કાર્યવાહી પુર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય 2 પેટ્રોલ પંપ પર તપાસ ચાલી રહી છે. એક પેટ્રોલ પંપના માલિક બહાર ગામ હોવાને કારણે તપાસ લાંબી ચાલી શકે તેમ છે. તમામ કાર્યવાહીમાં જૂના હિસાબી વહી સહિતના રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. પુરચીસો શોધવાનું કામ ચાલી રહ્યું છે. હિસાબી વહીના રેકોર્ડ ચકાસ્યા બાદ બાકી નિકળતો ટેક્સ વસુલવામાં આવશે. તમામ પેટ્રોલ પંપ સંચાલકો પાસે રજીસ્ટ્રેશ નંબર હતા કે નહિ તે અંગેની તપાસ સઘન બનાવી દેવામાં આવી છે. તમામ દ્વારા રિટર્ન ભરાયા છે કે નહિ અને નંબર વગર કેટલું વેચાણ કરવામાં આવ્યું છે. તે અંગેની તલસ્પર્શી તપાશ શરૂ કરી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud