• કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા
  • ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા
  • વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યુ હોવાનું ધ્યાને આવતા SGSTના અધિકારીઓએ 80 જગ્યાએ દરોડા પાડયા
  • SGST વિભાગના દરોડામાં પેટ્રોલપંપના જુના રેકોર્ડ તથા ખરીદ વેચાણની વિગતોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી

WatchGujarat. વડોદરા સહિત રાજ્યભરમાં SGST (સ્ટેટ જીએસટી) વિભાગના અધિકારીઓએ દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી હતી. જેને પગલે કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા શહેર – જિલ્લામાં 9 પેટ્રોલપંપ પર જુના બાકી વેરા તથા રેકોર્ડ બુકની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય વ્યાપી દરોડામાં મોટી કરચોરી પકડાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.

ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા છે. જેમાં ખાસ કરીને વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યુ હોવાનું ધ્યાને આવતા SGSTના અધિકારીઓએ દરોડા પાડયા છે. હાલ ગુજરાતમાં અલગ અલગ 80 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ છે. જેમાં રાજકોટમાં – 24, ભાવનગરમાં – 7, વડોદરામાં – 9, પોરબંદર, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા છે.

સુત્ર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેર જિલ્લામાં 9  અલગ અલગ સ્થળો પર આવેલા પેટ્રોલ પંપ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પેટ્રોલપંપ સંચાલકો દ્વારા જુનો બાકી વેરો ભર્યો છે કે નહિ તે અંગે પંપની જુની હિસાબી વહીઓની તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે કેટલાક પંપ પર જીએસટી નંબર લેવાની જગ્યાએ ઓછુ ટર્નઓવર બતાવીને નંબર લીધા વગર જ ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. આમ, કરીને પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા મોટી સંખ્યામાં ટેક્સની ચોરી કરી હોવાનું અનુમાન છે. SGST વિભાગના દરોડામાં પેટ્રોલપંપના જુના રેકોર્ડ તથા ખરીદ વેચાણની વિગતોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય વ્યાપી દરોડામાં આગામી સમયમાં મોટી કરચોરી સામે આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud