• ધો. 10માં અભ્યાસ કરતી સગીરા ઓનલાઇન એજ્કયુકેશનના કારણે મોબાઇલની આદી બની
  • અભ્યાસ સિવાય પણ સગીરા મોબાઇલનો વધુ ઉપયોગ કરતી હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો
  • ઘર છોડી ચાલી ગયેલી સગીરાને શોધવા પોલીસની “SHE TEAM” કામે લાગી હતી.
  • વડોદરા રેલવે સ્ટેશનથી સગીરા મળી આવતા પોલીસે તેનુ કાઉન્સીલીંગ હાથ ધર્યું

WatchGujarat ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી મોબાઇલ ગેમીંગ અને સોશ્યલ મીડિયા એપ્લેકશનની આદી બની છે જે વાત નકારી શકાય તેમ નથી. તેવામાં કોરોના કાળ દરમિયાન સ્કૂલ, કોલેજો બંધ થતા ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું, જેની પાસે લેપટોપ કે કોમ્પ્યૂટરની સુવિધાની નથી તેવા પરિવારના બાળકો મોબાઇલ થકી ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ત્યારે તેની આડ અસર પણ એટલી જ વધી છે, તે દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે.

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા માતા અને બહેન સાથે રહે છે. કોરોના કાળમાં સ્કૂલો બંધ થતાં તેણીએ મોબાઇલ દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવવાનુ શરૂ કર્યું હતુ. છેલ્લા 9 મહિના કરતા વધુ સમયથી મોબાઇલ મારફતે શિક્ષણ પ્રાપ્ત કરતી ધો.10ની વિદ્યાર્થીની હવે મોબાઇલની આદી બની ગઇ હતી. જેથી અભ્યાસના સમય બાદ પણ તે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. જે બાબત તેની માતાના ધ્યાને આવતા વધુ પડતો મોબાઇલ નહીં વાપરવા માટે તેમીને ઠપકો આપ્યો હતો.

માતાની વાતનુ વિદ્યાર્થીનીને લાગી આવતા ગત તા. 19 જાન્યુઆરીના રોજ ઘર છોડીને ચાલી ગઇ હતી. દિકરીની હાજરી ઘરમાં ન જણાતા ચિંતાતુર થયેલી માતા અને મોટી બહેને તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા આખરે આ મામલે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બાબતની ગંભીર નોંધ લેતા “ SHE TEAM” સગીરને શોધા કામે લાગી હતી.

સગીરાના ગુમ થયા મામલે લક્ષ્મીપૂરા પોલીસ સ્ટેશનના પી.આઈ એચ.જે ચૌધરીએ WatchGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 16 વર્ષીય સગીરા ઘર છોડી ચાલી ગઇ હોવાની જાણ થતાં જ પોલીસની “SHE Team”, મહિલા અધિકારી તથા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ ટેક્નિકલ અને મોબાઈલ સર્વેલન્સના ઉપયોગથી સગીરાનો ફોટો મોકલી શહેરના દરેક પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન બુધવારે વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી સગીરા મળી આવી હતી. રેલવે પોલીસને મોબાઈલ પર મળેલ ફોટોના આધારે ખરાઈ કરી લક્ષ્મીપરા પોલીસને જાણ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે સગીરાનું કાઉન્સીલિંગ કરી સગીરાનો અને પરિવારનો ભેટો કરાવ્યો હતો. સગીર વયની ઉંમરે આ પ્રકારની ઘટના બનતી હોવાથી પોલીસ દ્વારા વિદ્યાર્થીનીનનુ કાઉન્સીલિંગ કરવામાં આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud