• વડોદરા શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું
  • પરિવારના ગંભીર આક્ષેપ, કહ્યું : તબીબોની બેદરકારીના કારણે સાક્ષીએ જીવ ગુમાવ્યો
  • વર્ષ 2019માં સાક્ષીએ ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
  • વડોદરામાં ચીંતાજનક રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે

WatchGujarat. છેલ્લા કેટલાંક સમયથી વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચીંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે શહેરમાં રહેતી એક આશાસ્પદ ખેલાડી તેનો ભોગ બની છે. મળતી માહિતી મુજબ શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેલી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે સાક્ષી નેશનલ પ્લેયર હતી. જેની મોતથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વડોદરા  શહેરમાં 19 વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડીસાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સાક્ષીએ વર્ષ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવીને રાજ્ય તથા પરિવારનું ગૌરવ વધાર્યું હતું. પરંતુ શહેરમાં ફેલાયેલા રોગચાળાનો ખેલાડી સાક્ષી રાવલ ભોગ બની છે

આ અંગે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગત રવિવારે સાક્ષીની તબિયત ખરાબ થતાં તેને અમારા ફેમિલી ડોક્ટર સંજય દેસાઈ પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટપ સંજય દેસાઈ દ્વારા તેની બે દિવસ સુધી ટાઈફોઈડની સારવાર આપવામાં આવી હતી. જેમાં તેને બોટલ ચડાવવામાં આવ્યા હતા અને હેવી ડોઝની દવાઓ આપવામાં આવી હતી. જેથી સારવાર બાદ સાક્ષીને અમે પરત ઘરે લાવ્યા હતા. પરંતુ અચાનક તેની તબિયત વધારે બગડી હતી. જેથી અમે ડોક્ટર સંજય દેસાઈનો સંપર્ક સાધ્યો હતો.

પરિવારજનોએ આક્ષેપ કર્યાં છે કે જ્યારે તેમણે ડોક્ટર સંજયને આ વિશે જણાવ્યું ત્યારે તેમણે હાથ ઊંચા કરતાં કહ્યું હતું કે, અમે અમારી રીતે તમામ સારવાર કરી છે હવે તમારે સાક્ષીને અન્ય હોસ્પિટલમાં લઈ જવી હોય તો લઈ જઈ શકો છો. સાક્ષીના મામાના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર સંજયે આવો જવાબ આપ્યા બાદ અમે વહેલી તકે સાક્ષીને સંગમ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં એક રાત સુધી તેની સારવાર કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે તેને ટાઈફોઈડ નહીં પણ ડેન્ગ્યું છે. જે જાણીને અમે ચોંકી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુના કારણે સાક્ષીનું આજે મોત નિપજ્યું છે. ત્યારે તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે, જો સમયસર સાક્ષીને ડેન્ગ્યુની યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો આજે આ અમારી સાથે હોત. ફેમિલી ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે વડોદરા શહેરમાં ચિંતાજનક રીતે રોગચાળો ફેલાઈ રહ્યો છે. મહત્વનું છે કે તંત્ર પણ બાબત સ્વિકારે છે. પરંતુ જે યોગ્ય અને અસરકાર પગલા લેવા જોઈએ તે લેવાતા નથી. જેના કારણે શહેરની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલ તેનો ભોગ બની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud