• વડોદરામાં કોરોનાની વેક્સીન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પાલિકા અને પોલીસ તંત્રનો સંયુક્ત સરાહનીય પ્રયાસ
  • અનેક લોકોના સંપર્કમાં આવતા ફળ, શાકભાજી વેચનારાઓને વેક્સીન અપાવી – ડો. રાજેશ શાહ
  • હું લેપટોપ સાથે જ રાખું છું, જ્યાં કોઇને વેક્સીનની એપોઇન્ટમેન્ટ લેવાની જરૂરીયા લાગે કે તુરંત જ તેનું સમાઘાન – દિપ પરીખ
  • હરણી પોલીસ, સમા પોલીસ તથા શી ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને વેક્સીનેશન સેન્ટર પર લઇ જવાયા

Watchgujarat. વડોદરામાં વધુમાં વધુ લોકો સુધી વેક્સીન પહોંચે તે માટે શહેર પોલીસ, પાલિકાના આરોગ્ય સમિતીના ચેરમેન અને કર્મશીલ યુવાન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમાં શાકભાજી, ફળ અને પથારા કરીને વેચનારા લોકોને વેક્સીન મળી રહે તે માટે યુવાન લેપટોપ સાથે જ લઇને ફરે છે. અને સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી આપે છે. અને પોલીસ એપોઇન્ટમેન્ટ લીધી હોય તેવા વ્યક્તિને વેક્સીન મુકાવી આપે છે.

વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોનાની બીજી ઘાતક વેવ ફરી વળી હતી. હાલ કોરોનાની સ્થિતી સરકાર અને તબિબોના અથાગ પ્રયત્નોથી નિયંત્રણમાં છે. તેવા સમયે હવે સરકારી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. તો બીજી તરફ પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કર્મશીલોની મદદથી શાકભાજીવાળા સહિતના લોકોને વેક્સીન મુકાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ, પાલિકા અને જાગૃત નાગરીકના પ્રયાસોને લોકો દ્વારા બિરદાવવામાં આવી

શહેરના કારેલીબાગ – હરણી વિસ્તારમાં શાકભાજી વેચી જીવન ચલાવતા લોકો સુધી પોલીસ, પાલિકા અને કર્મશીલ યુવાનો સંયુક્ત રીતે મળીને પહોંચી રહ્યા છે. અને તેમનું કોરોનાની વેક્સીન લેવા માટે ઓનલાઇન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને રજીસ્ટર્ડ થયેલા લોકોને પોલીસ દ્વારા વેક્સીનેશન સેન્ટર સુધી લઇ જઇ, વેક્સીન મુકાવીને પરત મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ, પાલિકા અને જાગૃત નાગરીકના પ્રયાસોને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે.

રજીસ્ટ્રેશન કરાવવાની સાથે વેક્સીની અંગેના શંકા પણ દુર કરી – ડો. રાજેશ શાહ

પાલિકાની આરોગ્ય સમીતિના ચેરમેન ડો. રાજેશ શાહે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, શાકભાજી, ફ્રુટ, અને પથારા વાળા લોકો જેઓ રોજે રોજ અનેક લોકોને સંપર્કમાં આવે છે તેઓએ વેક્સીન લીધી ન હોવાનું જાણીને આશ્ચર્ચમાં મુકાયો હતો. જો કે, અમે સ્પોટ પર પહોંચીને તમામનું રજીસ્ટ્રેશન કરાવીને તેમને નજીકના વેક્સીનેશન સેન્ટર પર મોકલી આપ્યા હતા. અને એક આદ કિસ્સામાં વેક્સીન લેવા અંગે વ્યક્તિની મુંજવણ પણ દુર કરી હતી. અને તેને વેક્સીન લેવા માટે મોકલી આપ્યો હતો. તથા અન્યને વેક્સીન લેવા માટે કેવી રીતે એપોઇટમેન્ટ લેવી તેની જાણકારી આપી અન્યને પણ વેક્સીન મળે તેવા પ્રયાસો કરવા માટે અપીલ કરી હતી.

જરૂરીયાતમંદ લોકોને તુરંત વેક્સીનનું રજીસ્ટ્રેશન કરાવી આપું છું – દિપ પરીખ

કર્મશીલ યુવાન દિપ પરીખે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું મારી સાથે લેપટોપ સતત રાખું છું. જ્યારે પણ કોઇ વ્યક્તિ વેક્સીન લેવાની ઇચ્છા વ્યક્ત કરે, પરંતુ તે રજીસ્ટ્રેશન કરવા સક્ષમ ન હોય તે તેનું સ્પોટ પર જ રજીસ્ટ્રેશન કરાવી આપું છું. આજે શહેરના સમા વિસ્તારમાં આવેલા જીઆઇપીસીએલ સર્કલ, સમા ગાર્ડન તથા ચાણક્યપુરી સર્કલ સુધીના વિસ્તારમાં શાકભાજીની લારી, ફળની લારી અને પથારા વાળા લોકોને તેમની બાજુમાં બેસીને કોરોનાની વેક્સીન લેવા માટે સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવ્યું હતું. બપોર બાદ પણ આ કામગીરી ચાલુ રહેશે.

સમગ્ર મામલે હરણી પોલીસ, સમા પોલીસ તથા શી ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલા લોકોને વેક્સીનેશન સેન્ટર પર લઇ જઇ વેક્સીન મુકાવીને તેમને પરત મુકવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud