કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં સૌથી મોટી કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી હતી
માનવ અંગ - પગના પંજા જેવો દેખાતો અંગને હોસ્પિટલમાંથી તાણીને કુતરો બહાર લાવે છે
આ પ્રકારની ગંભીર બેદરકારી કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે
[caption id="attachment_1225682" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara SSGH Hospital Outside Postmortem Room[/caption]
Watchgujarat. મધ્યગુજરાતી સૌથી મોટી મનાતી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ગત રોજ એસએસજી હોસ્પિટલમાં માનવ અંગ લાવીને કુતરુ પીએમ રૂમની સામે રસ્તા પર આરોગતું હોવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર બેદરકારી માટે જવાબદાર લોકો સામે પગલા લેવાશે કે નહિ તે જોવું રહ્યું.
https://youtu.be/OFNsLVUeGLQ
એસએસજી હોસ્પિટલ વડોદરા નહિ પરંતુ મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણવામાં આવે છે. કોરોના કાળમાં એસએસજી હોસ્પિટલમાં સૌથી મોટી કોવિડ કેર ફેસીલીટી તૈયાર કરવામાં આવી હતી. જેના કારણે અનેક લોકોના જીવ બચ્યા હતા. જો કે, એસએસજી હોસ્પિટલ તંત્રની અગાઉ કેટલીય વખત બેદરકારી સામે આવી હતી. ગતરોજ વધુ એક વખત હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી.
એસએસજી હોસ્પિટલમાંથી દરરોજ મોટી માત્રામાં બાયોમેડીકલ વેસ્ટ નિકળે છે. જેનો પીએમ રૂમ પાસે બેગોમાં ભરીને મુકવામાં આવે છે. અને નિયત પદ્ધતિ પ્રમાણે તેનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ ગત રોજ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં માનવ અંગ - પગના પંજા જેવો દેખાતો અંગને હોસ્પિટલમાંથી તાણીને કુતરો બહાર લાવે છે. અને એસએસજી હોસ્પિટલના પીએમ રૂમની સામે રસ્તા પર તેને બચકા ભરીને ખાવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિડીયો સોશિય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સમગ્ર ઘટનાને નજરે જોનાર લોકોમાં હોસ્પિટલ તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી હતી. જો કે, સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ તંત્ર તરફથી કોઇ સત્તાવાર રીતે માહિતા પ્રાપ્ત થઇ શકી નથી. પરંતુ આ પ્રકારની ગંભીર બેદરકારી કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે. એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ.
Gujarat, Vadodara SSGH Hospital Outside Postmortam Room