રીક્ષામાં એસ.એસ.જી.હોસ્પિટલનું ભંગાર ચોરીનો પ્રયાસ કરતા બે ઈસમો ઝડપાયા
સીકયુરિટીના સુપરવાઈઝરએ બંને ચોરોને પકડી પોલીસના હવાલે કાર્ય
રાવપુરા પોલીસએ બંને ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી
WatchGujarat. તાજેતરમાં જ એસ.એસ.જી હોસ્પિટલમાં મેડિકલ વર્કશોપ અને ઓક્સીજન રૂમમાં બાકોરું પાડી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. સમગ્ર મામલે હજી સુધી રાવપુરા પોલીસ આ મામલાની કોઈ સગડ મેળવી શકી નથી. તેવામાં જ આજે એસ.એસ.જી હોસ્પિટલમાં વધુ એક ચોરીના પ્રયાસનો મામલો રાવપુરા પોલીસ મથકે નોંધાયો છે. જે મામલે રાવપુરા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માધ્ય ગુજરાતનું સૌથી મોટી એવી વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ચોરીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહેતી હોય છે. જેમાં તાજેતરમાં જ એસ.એસ.જી.હોસ્પિટલના મેડિકલ વર્કશોપ અને ઓક્સીજન રૂમમાં બાકોરું પાડી ચોરી કરવાનો મામલો સામે આવ્યો હતો. જેની તપાસ કરવા સ્થળ પર પોલીસ પહોંચી હતી. પરંતુ હજુ સુઘી પોલીસને મામલાની કોઈ સગડ મળી શકી નથી. તેવામાં જ આજે વધુ એક એસ.એસ.જી હોસ્પિટલના ભંગારની ચોરી કરતા બે ઈસમોને સીકયુરિટીના સુપરવાઈઝરએ પકડી પડ્યા હતા અને બંનેને પોલીસના હવાલે કરી દીધા હતા.
સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ જયેશ મકવાણાએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સદ્દામ મલેક અને એસ.એસ.જી હોસ્પિટલનો પટાવાળો સંતોષ પાટીલ રીક્ષામાં એસ.એસ.જી હોસ્પિટલ પરિસરમાં રહેલી લોખંડની પાઇપો સહીત ભંગારનો સામાન રીક્ષામાં ભરતા હતા. તે સમયે સેકયુરિટીના સુપરવાઈઝર જીતેન્દ્ર બારોટ આવી જતા તેને બંનેને શું લઇ જાવ છો રીક્ષામાં, કોની પરવાનગીથી લઇ જાઓ છો તેવા સવાલો કર્યા હતા. સિક્યુરીટી વાળાને બંને ચોરો સંતોષનજક જવાબ નહિ આપતા તેને શંકા ગઇ હતી. અને સિક્યુરીટી ગાર્ડે સમગ્ર મામલાની જાણ રાવપુરા પોલીસ મથકે કરી હતી.
મામલાની જાણ થતાની સાથે રાવપુરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ચોરીનો પ્રયાસ કરનારાઓની અટકાયત કરી હતી. પોલીસે બંને ચોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.