• કરજણ કોર્ટમાં સાંજે 5-30 વાગે બન્નેને રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યાં હતા.
  • કરજણ સ્થિત પ્રયોશા સોસા.ના બાથરૂમની પાઇપ પરથી અમદાવાદા ક્રાઇમ બ્રાન્ચને લોહીના ડાઘા મળ્યાં હતા
  • સ્વિટી પટેલ ગર્ભવતિ હોવાની શંકા, મેડિકલ ફાઇલની પોલીસ તપાસ કરશે
  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લવાયેલા અજય દેસાઇ અને કિરીટસિંહને જોવા તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.
  • અજય દેસાઇ (Ajay Desai) આખી કોર્ટ પ્રક્રિયા દરમિયાન બાજુમાં બેઠેલા કિરટીસિંહ (kiritsinh jadeja) જોડે વાત સુદ્ધા ના કરી અને નિચે મોઢુ નાખી બેસી રહ્યો
સ્વિટી પટેલની હત્યા કરનાર અજય દેસાઇ અને કિરીટસિંહને કરજણ કોર્ટમાં રજુ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યાં
સ્વિટી પટેલની હત્યા કરનાર અજય દેસાઇ અને કિરીટસિંહને કરજણ કોર્ટમાં રજુ કરતા લોકોના ટોળા ઉમટી પડ્યાં

WatchGujarat. રાજ્ય ભરમાં ચકચાર મચાવનરા સ્વિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા અજય દેસાઇ અને મદદગાર કિરીટસિંહ જાડેજા વિરૂધ હત્યાનો ગુનો અને પુરાવાના નાશ કરવા મામલે નોંધી આજે કરજણ કોર્ટમાં (karjan court) રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે વિવિધ મુદ્દાઓની તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાના 6 ઓગષ્ટ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં મુખ્ય તપાસનો મુદ્દો સ્વિટી પટેલ ગર્ભવતિ હતી કે કેમ ? તેમજ લાશનો નિકાલ કરવા માટે ડીઝલ સહિત અન્ય કોઇ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અજય દેસાઇ અને કિરીટસિંહના રિમાન્ડ મેળવ્યા બાદ બન્નેને અમદાવાદ લઇ જતી ક્રાઇમ બ્રાન્ચ
અજય દેસાઇ અને કિરીટસિંહના રિમાન્ડ મેળવ્યા બાદ બન્નેને અમદાવાદ લઇ જતી ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા જિલ્લા એસઓજીના પુર્વ પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થતા તેના પરિજને કરજણ પોલીસ સ્ટેશમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તપાસમાં જિલ્લા પોલીસ સહિતની ટીમો જોડાઇ હતી. દરમિયાન જિલ્લા પોલીસની ટીમને તપાસમાં કંઇ ખાસ નહિ મળતા રાજ્યના ગૃહમંત્રીએ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકમાં જ કેસને ઉકેલી કાઢ્યો હતો. અને અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી દીધી હતી.

અજય દેસાઇ અને કિરીટસિંહને જોવા કરજણ કોર્ટ સંકુલ બહાર લોકો એકત્ર થયા
અજય દેસાઇ અને કિરીટસિંહને જોવા કરજણ કોર્ટ સંકુલ બહાર લોકો એકત્ર થયા

આજરોજ સ્વીટી પટેલ હત્યાકાંડમાં સંડોવાયેલા અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને કરજણની સેશન્સ કોર્ટમાં 5 – 30 કલાકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઇને હાજર કર્યા હતા. કિરીટસિંહ જાડેજા કોંગ્રેસી નેતા હોવાના કારણે કોર્ટ પરિસર બહાર તેના સમર્થકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. બંને આરોપીઓના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં દલીલ દરમિયાન સૌથી વધુ જોર તપાસ દરમિયાન મળી આવેલા લોહીના ડાઘા અંગે સઘન તપાસ તથા સ્વીટી પટેલની લાશને બાળવા માટે ઉપયોગમાં લેવાયેલા જ્વલનશીલ પદાર્થો અંગેની વધુ તપાસના અને આ હત્યાના ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તેવા અનેક મહત્વના મુદ્દાઓ પર મુકવામાં આવ્યો હતો. હાલ સ્વીટી પટેલ ગર્ભવતી છે કે નહિ તે અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.  કોર્ટ કાર્યવાહી દરમિયાન સ્વીટી પટેલના પતિ અજય દેસાઇ મોઢું લટકાવીને બેઠેલો જોવા મળ્યો હતો. ઉપરોક્ત મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બચાવ પક્ષ અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ કોર્ટે અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને 6 ઓગસ્ટ એટલેકે 11 દિવસના પોલીસ રિમાન્ડ  મંજુર કર્યા હતા. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડમાં કઇ કઇ વિગતો બહાર આવે છે તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud