• વડોદરા અને શિનોર તાલુકામાં 100 ટકા રસીકરણ કામગીરી
  • વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 200 ઉપરાંત કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી

WatchGujarat વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રએ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવા કરેલા આયોજનના પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી કુલ1,03,350 નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવી છે. વડોદરા અને શિનોર તાલુકામાં 100 ટકા રસીકરણ કામગીરી કરવામાં આવી છે.


વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં 200 ઉપરાંત કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાઓનો 60 + ઉંમરના વડીલો અને 45 થી 59 ની ઉંમરના જોખમી રોગ પીડિતો રસીકરણનો લાભ લઇ રહ્યા છે. તેમને ઉમેર્યું હતું કે, વડોદરા જિલ્લામાં 45 થી 59 વર્ષના કો – મોરબિડ એવા 20,475 જ્યારે 60 વર્ષ ઉપરના 82,875 સહિત કુલ 1,03,350 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી 82 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

ડો. જૈન વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં 11,569, ડેસરમાં 4704, કરજણમાં 12,670, પાદરામાં 19,241, સાવલીમાં 9554, શિનોરમાં 6066, વડોદરામાં 29,098 અને વાઘોડિયા તાલુકામાં 10,448 સહિત કુલ 1,03,350 નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી આપવામાં આવી છે.

કોરોનાની રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની મોટી આડ અસર વર્તાય તો સેવન કરવા યોગ્ય જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.અત્યાર સુધી આડઅસર ની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud