વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર ગત તા. 29 ઓકટોબરના રોજ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ
મારી દિકરીના મોત પાછળ સંસ્થા જ જવાબદાર હોવાનો પીડિતાની માતાએ આરોપી લગાવ્યો
પોલીસ પાસે પુરાવા છે છતાંય સંસ્થા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી- પીડિતાની માતા
મૂળ નવસારી યુવતી વડોદરાની ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી હતી.
[caption id="attachment_1437767" align="aligncenter" width="1600"] (પીડિતાની માતા)[/caption]
WatchGujarat. જે માતાએ પોતાની દિકરી ગુમાવી હોય તેની વેદના સમજી શકાય છે. વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર આચરવામાં આવેલી સામૂહિક દુષ્કર્મના બનાવને એક મહિના કરતા વધુ સમય વિતી ચુંક્યો છે. ત્યારે આ ચર્ચાસ્પદ બનાવની તપાસ ક્યાં સુધી પહોંચી તે તેની માહિતી મેળવવા પીડિતાના માતા-પતિ વડોદરા રેલવે એસ.પીની કચેરીએ પહોંચ્યાં હતા. જ્યાં ભીની આંખે માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા સંસ્થા સામે અનેક ગંભીર આરોપો લગાવતા સ્ફોટક વાત કરી હતી.
પીડિતાની માતાનુ કહેવુ છે કે, મારી દિકરી સાથે જે ઘટના બની તેની જાણ કરવાની પણ સંસ્થાએ તકેદારી ન લીધી હતી. મારી દિકરી સાથે બનેલી ઘટનાને એક મહિના કરતા વધુ સમય વિતી ચુક્યો છે. ત્યારે પોલીસ આરોપીઓને શોધવા માટે દિવસ રાત એક કરી રહીં છે. પરંતુ તેનુ પરિણામ જોવા મળી રહ્યું નથી.
વધુમાં તેઓ જણાવે છે કે, મારી દિકરી સાથે જે બન્યુ તેની સંસ્થાને જાણ હતી. મારી દિકરી આત્મહત્યા કરે તે હું કદાય સ્વીકારૂ એમ નથી, કારણ કે, વિવેકાનંદ, નચિકેતા જેવી નિડર બનવા માગતી હતી. મારી દિકરી સાથે બનેલી ઘટનાની જાણ જો સમયસર અમને કરવામાં આવી હોત તો મારી દિકરી આજે જીવતી હોત, સંસ્થા સામેના અનેક પુરાવા પોલીસને મળ્યાં છે, પરંતુ સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, દિલ્હીના ઓફીસરના પ્રેશરના કારણે સંસ્થા ઉપર હાથ નથી નાખી શકતા. પોલીસને કયુ પ્રેશર દબાવી રહ્યું છે, તે સમજાતુ નથી. મારી દિકરીની મૃત્યુ ફક્ત ને ફક્ત સંસ્થાના કારણે થઇ છે. આરોપીઓ આજે નહી ને કાલે મળશે જરૂર પણ દિકરીની મૃત્યુના જવાબદાર આ સંસ્થા જ છે.
તેમણુ એવુ પણ કહેવું છે કે, આરોપીઓને પકડવામાં પોલીસ સતત પ્રયત્નો કરી રહીં છે. આરોપીઓ તો પકડાઇ જ જશે પણ મારી અપેક્ષા છે કે, સંસ્થા સામેના જે કંઇ પુરાવા મળ્યા છે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દિકરીએ ડાયરીમાં લખ્યું છે કે, મેં મારી બહેનપણીને વાત કરી છે, બસ વાળા ભાઇ પણ કહીં રહ્યાં છે કે મેં એમને (સંસ્થા)ને વારંવાર ફોન કરી પુછ્યું કે, તમે પોલીસમાં અરજી કરી છે કે કેમ? ત્યારે તેમણે (સંસ્થા)એ જવાબ આપ્યો કે, અમારે કશુ કરવુ નથી અને તમારે અમને ફોન કરવો નહીં.
સંસ્થા બધુ જ જાણે છે કે. અમને એવુ પણ જાણવા મળ્યું છે કે, સંસ્થાને ફંડ આપનાર લોકો પણ રીટાયર્ડ ઓફિસરો જ છે, જેના કારણે સંસ્થા હજી સુધી બચી રહીં છે. જો એ દિવસે પોલીસને જાણ કરી દેવામાં આવી હોત તો મારી દિકરી આજે જીવતી હોત.
Vadodara Vaccine Ground Gang Rape Case Mother Serious Allegation Delhi Officer interference in case to save trust