• વેક્સિન ગ્રાઉન્ડમાં 18 વર્ષીય યુવતિ પર આચરવામાં આવેલા સામૂહિક બળાત્કારની તપાસ અર્થે SITની રચના કરવામાં આવી હતી.
  • SITની રચના કર્યાના 24 કલાકમાં પોલીસને પીડિતાની સાયકલ મળી આવી
  • સાયકલના આધારે પોલીસ કંઇ કંઇ કડીઓ શોધે છે તે હવે જોવાનુ રહ્યું
  • ઘટના સ્થળ નજીકના એક એપાર્ટમેન્ટના કામ કરતા વોચમેનના ઘરેથી પોલીસને પીડિતાની સાયકલ મળી આવી
Police Found The Cycle of victim
Police Found The Cycle of victim

ચિંતન શ્રીપાલી (WatchGujarat). છેલ્લા 21 દિવસથી રાજ્યભરમાં ચકચાર મચવાની રહેલા વડોદરા સામૂહિક દુષ્કર્મના મામલે 35થી વધુ પોલીસની ટીમો અને 500 જેટલા કર્મચારીઓ તપાસમાં જોતરાઇ છે. ગત રોજ આ ચકચાર કેસની ઝીણવટભરી તપાસ કરવા SITની ટીમની રચના કરવામાં આવી હતી. સ્પેશ્યલ ઇનવેસ્ટીગેશન ટીમમાં 8 સિનીયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવામાં SITની રચના કર્યાના 24 કલાકમાં જ પોલીસને પહેલી મહત્વની સફળતા હાથ લાગી છે.

ગત તા. 29 ઓકટોબરના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી મૂળ નવસારીની અને વડોદરામાં રહેતી 18 વર્ષીય યુવતુ પોતાની પંચર સાયકલ લઇને જગદીશ ફરસાણની ગલીમાંથી પસાર થઇ રહીં હતી. તેવામાં બે નરાધમોએ તેણીને પાછળથી ધક્કો મારી પાડી દઇ આંખે પાટા બાંધી વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. જોકે સમગ્ર ઘટનાનો પીડિતાએ આપઘાત કરતા પહેલા પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો.

વોચમેન મહેશ રાઠવાના ઘરેથી (પુનિતનગર)માંથી મળી આવેલી પીડિતાની સાયકલ
વોચમેન મહેશ રાઠવાના ઘરેથી (પુનિતનગર)માંથી મળી આવેલી પીડિતાની સાયકલ

જે ડાયરી પોલીસના હાથે લાગી હતી. ત્યારબાદ પોલીસ વિવિધ ટીમો બન્ને નરાધમો સુધી પહોંચવા  500થી વધુ સીસીટીવી ફંફોડી નાખ્યાં હતા. છતાંય તેમના હાથ કંઇ લાગ્યું ન હતુ. બીજી તરફ પોલીસની એક ટીમ પીડિતાની સાયકલની શોધમાં હતી. તેવામાં પોલીસને આજે પુનિતનગરમાંથી પીડિતાની કેસરી રંગની સાયકલ મળી આવી હતી. જોકે આ સાયકલના ટાયર ગાયબ હતા અને ચેઇન પણ તુટેલી હાલતમાં સાયકલ મળી આવી હતી.

પીડિતાની આ સાયકલ ઘટના સ્થળ એટલે કે, લક્ષ્મી સોસાયટી પાસેના એટલાન્ટીસ -2માં વોચમેન તરીકે કામ કરતા મહેશ રાઠવાના ઘરેથી મળી આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. હવે જોવાનુ રહ્યું કે, 21 દિવસે પોલીસને આ કેસમાં મળેલી પહેલી સફળતા, એટલે કે પીડિતાની સાયકલ બન્ને નરાધમો સુધી પહોંચાડે છે કે કેમ ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud