• ચાંદોદ ખાતે રવિવારની રજાની મજા માણવા પહોંચેલે પાંચ પૈકી બે યુવાનો તણાયા
  • તણાયાની વાત વાયુવેગે પ્રસરતા પોલીસ તંત્ર અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા
  • બચાવો બચાવો ની બુમો વચ્ચે હાજર નાવિક ચાલકો બચાવ કામગીરી આરંભે એ પહેલા જ બંને મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

WatchGujarat. તીર્થધામ ચાંદોદના ત્રિવેણી સંગમ પાસે ના કિનારે 5 મિત્રો રવિવારના રોજ સ્નાન કરતા હતા તે દરમિયાન બે આશાસ્પદ યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ નદીમાં લાપતા બન્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને યુવાનોની શોધખોળ આદરવામાં આવી હતી ઘટનાની જાણ થતા ચાંદોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મોડી સાંજ સુધી સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ લાપતા બનેલા યુવાનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી સોમવારે સવારે ફાયર ફાઈટરની મદદથી પુનઃ શોધખોળ હાથ ધરાશે.

અષાઢી અમાસ અને દિવાસો ના તહેવાર તથા શ્રાવણ માસ ની પૂર્વ સંધ્યા ને અનુલક્ષી મૂળ છોટાઉદેપુર જિલ્લો અને હાલ વડોદરા રહેતા પાંચ મિત્રો રીક્ષા લઇ ચાંદોદ પહોંચ્યા હતા. ત્રિવેણી સ્નાન માટે રવિવારે અમાસે તીર્થધામ ચાંદોદ આવ્યા બાદ ત્રિવેણી સંગમે પહોંચી સ્નાન કરી રહ્યા હતા. પાંચ મિત્રો પૈકી 2 મિત્રો નિતીન દેવજીભાઈ રાઠવા ઉ.વ 25 અને ભાવેશ રામજીભાઈ રાઠવા ઉં.વ 22 પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બચાવો બચાવો ની બુમો વચ્ચે હાજર નાવિક ચાલકો બચાવ કામગીરી આરંભે એ પહેલા જ બંને મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બનાવના પગલે નદી કિનારે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. તો ચાંદોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં લાપતા થયેલા બંને મિત્રોની તપાસ આદરી હતી પરંતુ મોડી સાંજ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ફાયર ફાઈટરની મદદથી સોમવારે સવારે પુનઃ બંને યુવાનોની શોધખોળ આરંભવામાં આવશે.

મૂળ કવાટના બન્ને ડૂબી ગયેલા યુવાનો વડોદરા તરસાલી હાલ રહેતા નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી (1) નિતીન દેવજીભાઈ રાઠવા ઉ.વ 25 (મૂળ રહેવાસી થડગામ તાલુકો કવાટ જીલ્લો છોટાઉદેપુર હાલ રહે તરસાલી વિશાલ નગર વડોદરા) (2) ભાવેશ રામજીભાઈ રાઠવા ઉં.વ 22 (મૂળ રહે થડગામ તાલુકો કવાટ જીલ્લો છોટાઉદેપુર હાલ રહે તરસાલી વિશાલ નગર) વડોદરાબંને મિત્રો મકરપુરા જીઆઇડીસી માં નોકરી કરતા હોવાની વિગત પોલીસસૂત્રો પાસેથી મળી છે.

બચી ગયેલા અન્ય 3 મિત્રો

 1) અતુલ હમીરભાઇ રાઠવા (રહેવાસી થડગામ તાલુકો કવાંટ જીલ્લો છોટાઉદેપુર)

2) રાજુ ઉદેશીંગ રાઠવા (રહેવાસી થડગામ તાલુકો કવાંટ જીલ્લો છોટાઉદેપુર)

3) કૃણાલ પ્રવીણભાઈ રાઠવા (રહેવાસી મોટી સાંકડ જીલ્લો છોટાઉદેપુર)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud