• લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતિને દારૂ પીવડાવી તેના જ બે મિત્રોએ બળાત્કાર ગુજાર્યો હતો.
  • આઘાતમાં આવી ગયેલી પીડીતાએ ગુરૂવારે સવાર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.
  • પોલીસને આ બનાવમાં કંઇ અજુગતુ લાગતા યુવતિના મૃતદેહના જરૂર નમૂના લેવાયા હતા.
  • તબીબી પરિક્ષણ દરમિયાન યુવતિ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યું હતુ.
  • 19 વર્ષીય યુવતિ પર બળાત્કાર ગુજરાનાર દિશાંત કહાર અને નઝીમ ઇસ્માઇલ મીરઝાની ધરપકડ કરી
દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝા

Watchgujarat. રાજ્ય કક્ષાએ કબડ્ડી રમતી 19 વર્ષીય યુવતિએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે પોલીસે એક તબક્કે આપઘાત મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો પણ શંકા ઉપજાવતી એક વાત પોલીસ અધિકારીના ધ્યાને આવતા સમગ્ર મામલા પરથી પડદો ઉઠ્યો હતો. યુવતિના મૃતદેહની પોલીસે તબીબી તપાસ કરાવતા તેની સાથે દુષકર્મ ગુજારવામાં આવ્યો હોવાનુ બહાર આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરતા આખરે બે નરાધમોને દબોચી લેવામાં આવ્યાં હતા.

આ બનાવની વિગત એવી છે કે, 19 વર્ષીય દિપ્તી ( નામ બદલ્યું છે) શહેરના કોજન્ટ કોલ સેન્ટરમાં કામ કરતી હતી. કોલ સેન્ટરમાં કામ કરતી દિપ્તીને સહકર્મી યુવકો સાથે મિત્રતા બંધાઇ હતી. દિપ્તી અંદાજીત 9 મહિનાથી સુભાનપુરા સ્થિત પી.જીમાં રહેતી હતી. ગત તા. 8 જૂનના રોજ દિપ્તી તેના રૂમ પર હતી, ત્યારે તેની એક મિત્ર મળવા માટે રૂમ પર આવી હતી. બપોરના સમયે તેઓ સાથે જ રૂમ પર હતા. તેવામાં સાંજે 5 વાગ્યાની આસપાસ દિશાંત કહાર અને નઝીમ, જેઓ દિપ્તીના સહકર્મી હતા બન્ને પણ રૂમ પર આવ્યાં હતા.

થોડા સમય બાદ દિપ્તીની મિત્ર તેના રૂમ પરથી નિકળી ગઇ હતી. બાદમાં નઝીમ અને દિશાંત પણ નિકળી ગયા હતા અને થોડા સમય બાદ બન્ને દારૂની બોટલ લઇ દિપ્તીના રૂમ પર પહોંચ્યાં હતા. જ્યાં નઝીમ, દિશાંત અને દિપ્તીએ દારૂની મહેફીલ માણી હતી. દરમિયાન દિપ્તી નશામાં હોવાથી દિશાંતે બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સમયે રૂમ હાજર નઝીમ પણ તેની મદદગારી કરવામાં લાગ્યો હતો.

દરમિયાન 7:30  વાગ્યાની આસપાસ દિપ્તીનો બોયફ્રેન્ડ સુમંતો તેના પર પહોંચ્યો હતો. જ્યાં દિપ્તી, નઝીમ અને દિશાંતને નશાની હાલતમાં જોઇ ચોંકી ઉઠ્યો હતો. સુમંતો આવી પહોંચતા દિશાંત અને નઝીમ ત્યાંથી નિકળી ગયા હતા. દિપ્તી ભાનમાં આવતા તેણીએ બોયફ્રેન્ડને પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. જોકે દિપ્તીની હાલત એટલી ગંભીર હતી કે, તે ઉભી પણ રહીં નહોતી શકતી.

દિપ્તીની હાલત જોઇ બોયફ્રેન્ડ સુમંતોએ તાત્કાલીક તેના પિતાને જાણ કરી રૂમ પર બોલાવી લીધા હતા. જોકે રૂમ પર દિકરીને પીડાતી જોઇ પિતાને પણ હોશ ઉડી ગયા હતા. પરંતુ સમાજની ચિંતા કરતા પરિવારે સમગ્ર મામલે ચુપ્પી સાધી રાખી અને આખરે આઘાતમાં સરી ગયેલી દિપ્તીએ 8 મીનિટની ઓડિયો ક્લીપ અને સ્યૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud