વડોદરા પોલીસ કંટ્રોલરૂમને યુનિયન બેંકના મેનેજેર રાત્રે 3-20 વાગે ફોન કરી ઘટનાની જાણ કરી
ATM તુટતું બચાવા માટે ગ્રામ્યની હદ હોવા છતાં વડોદરા પોલીસની બે PCR સમીયાલા પહોંચી
શહેર પોલીસે ATM ચોરને ગેસ કટર સહીતના સામાન સાથે રંગે હાથ ઝડપી પાડ્યો
WatchGujarat. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે અને કામગીરી ન થાય તેવી ઘટનાઓ ભાગ્યે જ બનતી હોય છે. તેનુ ઉત્તમ ઉદાહરણ વડોદરા પોલીસે આપ્યું છે. પોલીસ કંટ્રોલરૂમમાં બેન્ક મેનેજર ફોન કરી ATM તુટી રહ્યું હોવાની જાણ કરી હતી. શહેરની હદ ન હોવા છતાં શહેર પોલીસની બે PCR દોડાવી ATM તુટતા બચાવી ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જ્યારે પણ ગુનો બને ત્યારે પોલીસ વચ્ચે હદની ખુબ જ મારા મારી થતી હોય છે. એક પોલીસ સ્ટેશનની હદમાં બનતા ગુનામાં બીજા પોલીસ સ્ટેશનની પોલીસ ભાગ્યે જ કામગીરી કરતી જોવા મળે છે. તેવું જ કંઇ ગત મોડી રાત્રે 3-20 વાગે બન્યું હતુ. વડોદરા શહેર પોલીસ કંટ્રોલરૂમમાં નાઇટ શીફ્ટમાં પી.એસ.આઇ એમ.ડી મીર તથા એ.એસ.આઇ નરવતસિંહ તથા કોન્સ્ટેબલ બચુભાઇ ફરજ ઉપર હાજર હતા. તે સમયે યુનિયન બેન્કના મેનેજર આયુષ શ્રીવાસ્તવે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યું, પાદરા રોડ સમીયાલા ગામ યુનીયન બેન્કનુ એ.ટી.એમ એક ઇસમ તોડે છે.
શહેર પોલીસ કંટ્રોલ રૂમને આ વર્ધી મળતા રાત્રે 3-22 વાગે વડોદરા ગ્રામ્ય કંટ્રોલને જાણ કરી હતી. પરંતુ ગ્રામ્ય પોલીસ સમયસર સ્થળ પર પહોંચી શકે તેમ ન હોવાથી માંજલપુર અને જે.પી પોલીસની બે પી.સી.આરને રાત્રે 3-30 વાગે સ્થળ પર રવાના કરવામાં આવી હતી. માત્ર 8થી 10માં બન્ને પી.સી.આર વાન સમીયાલા યુનિયન બેન્કના એ.ટી.એમ પાસે પહોંચી હતી. જ્યાં ગેસ કટર વડે એક શખ્સ મીશન તોડતો હોવનુ જણાઇ આવ્યું હતુ. તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મીઓ દ્વારા રાત્રે 3-44 વાગે વધુ એક પી.સી.આર -19ને સ્થળ પર મોકલવામાં આવી હતી. દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસે યુનિયન બેન્કનુ એટીએમ મશીન ગેસ કટર વડે તોડી રહેલા શખ્સને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપ્યો હતો.
તાલુકા પોલીસે આ મામલે એટીએમ તોડનાર શખ્સની પુછપરછ કરતા અંકિત રમણભાઇ પાટણવાડીયા (રહે. શિનોર, સેગવા ગામ) હોવાનુ જણાવ્યું હતુ. અંકિત પાસેથી મળી આવેલી ઓક્સિનજન ગેસની મોટી બોટલ તેણે સમીયાલા રોડપર અમર કારના શોરૂમમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તથા તેની પાસેની એક્ટિવા એક મહિના અગાઉ ગોત્રી હોસ્પિટલ પાસેથી ચોરી કરી હોવાનુ પણ કબુલાત કરી હતી. આમ ગત મોડી રાત્રે પોલીસ કંટ્રોલને એક ફોન મળતા માત્ર 34 મિનિટમાં રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો હતો.