• વડોદરામાં COVID-19 ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લેતા મકરસંક્રાતિની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ

WatchGujarat. વડોદરામાં હાલમાં પ્રવર્તમાન COVID-19 ની પરિસ્થિતિ ધ્યાને લેતા તા. ૧૪-૦૧-૨૦૨૧ અને ૧૫-૦૧-૨૦૨૦૧ ના રોજ મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સલામતી સાચવવા I.P.S., પોલીસ કમિશ્નર, ડૉ. શમશેર સિંઘ દ્વારા તા. ૦૯-૦૧-૨૦૨૧ ના ૨૧:૦૦ કલાક થી તા. ૧૭-૦૧-૨૦૨૧ ના ૨૪:૦૦ કલાક સુધી જણાવેલ કૃત્યો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

 • કોઇપણ વ્યક્તિ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે પર એકત્રીત થઇ પતંગ ચગાવી શકશે નહી.
 • પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવું સલાહભર્યું છે.
 • માસ્ક વિના કોઇપણ વ્યક્તિને મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રીત થઇ શકશે નહીં અને ઉપસ્થિત લોકોએ સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન તથા સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાત પણે કરવાની રહેશે.
 • મકાન ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવાનું રહેશે નહી.
 • ફલેટ/રહેણાંક સોસાયટી સંબંધીત કોઇપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુધ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 • મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે .
 • મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે અથવા કોઇપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રીત થવાથી સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે તેમજ મ્યુઝીક સિસ્ટમના ઉપયોગ ઉપર પ્રતિબંધિત રહેશે.
 • ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડીત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ઘરે રહે તે સલાહભર્યું છે.
 • કોઇપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહી.
 • નામદાર સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટ તથા એન.જી.ટી ની સુચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લૅટર્ન ચાઇનીઝ તુક્કલ, સ્કાય લૅટર્ન સિંથેટીક/કાંચ પાયેલા માંઝા , પ્લાસ્ટીક દોરી વિગેરે પર પ્રતિબંધ રહેશે, આ અંગે આપેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 • જે વ્યક્તિઓ વડોદરા શહેરમાં જુદા-જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર જેવા કે માંડવી થી ગેડી ગેંટ તેમજ માંડવી ની ચારે તરફના રોડ, રાવપુરા રોડ, ચકલી સર્કલ, ગોત્રી રોડ, વિગેરેની મુલાકાત લો ત્યાર COVID – 19 સંબંધી દિશાનિર્દેશો નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
 • વ્યક્તિઓની સંખ્યા મર્યાદીત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે. COVID – 19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • ગૃહ વિભાગના તા.૦૯-૧૦-૨૦૨૦ માં આપવામાં આવેલ દિશાનિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. અત્રેથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાં આપવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud