• ભરૂચમાં 17.30 કલાકમાં જ મૌસમનો સરેરાશ 10 % કમોસમી વરસાદ, ખેતીને નુકશાની માટે સર્વે શરૂ
  • સાયકલોનમાં જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5 ઇંચ, વાગરામાં 4 ઇંચ, ભરૂચમાં પોણા 4 ઇંચ, અંકલેશ્વર-જંબુસરમાં પોણા 3 ઇંચ, નેત્રંગમાં 2 ઇંચ અને આમોદ, વાલિયા, ઝઘડિયામાં 1 થી 1.5 ઇંચ વરસાદ
  • DGVCL ની સુરત, તાપી, નવસારી સાથે ભરૂચની ટીમોએ રિસ્ટોરેશન હાથ ધર્યું, 70 % વીજ પુરવઠો પૂર્વવત, 30 % હજી બાકી, ₹25 લાખનું નુકશાન

WatchGujarat. તૌકતે વાવાઝોડાની આંધી વચ્ચે ભરૂચ જિલ્લામાં 17.30 કલાકમાં મૌસમના 10 % કમોસમી વરસાદ ખાબકી જતા ખાનાખરાબીમાં કોઈ કસર છોડી નથી. જિલ્લાના 6 લાખ લોકોએ 313 વીજ થાંભલા અને 62 KM લાઈનો તૂટી પડતા 26 કલાક સુધી અંધારા ઉલેચવા પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં મંગળવારે સાંજે 5 કલાક પછી તૌકતે વાવાઝોડું અને તેના કારણે 17.30 કલાક સુધી વરસેલા વરસાદનું તાંડવ સમ્યા બાદ હવે ખાનાખરાબીનો ચિતાર બહાર આવી રહ્યો છે.

દરિયા કાંઠે 110 કિમી અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં 60 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ સરકારી ઇમારતો, કાચા મકાનો, ઝુંપડા, વીજ થાંભલા સહિતને પોતાની ચપેટમાં લઈ પાડ્યું હતું. ભરૂચ જિલ્લામાં 17.30 કલાકમાં મૌસમની કુલ સરેરાશના 10 % કમોસમી વરસાદ ઝીકાઈ ગયો હતો. વાવાઝોડા સાથે આ માવઠાએ પણ ખેતીને વ્યાપક નુક્શાની પોહચાડી છે. જેના સર્વે માટે ટીમો કામે લાગી ગઈ છે.

સાયકલોનમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 5 ઇંચ, વાગરામાં 4 ઇંચ, ભરૂચમાં પોણા 4 ઇંચ, અંકલેશ્વર-જંબુસરમાં પોણા 3 ઇંચ, નેત્રંગમાં 2 ઇંચ અને આમોદ, વાલિયા, ઝઘડિયામાં 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાનો મૌસમનો કુલ સરેરાશ વરસાદ 6000 થી 6700 મિમી છે. જેની સામે વાવાઝોડાને પગલે 601 મિમી કમોસમી વરસાદ વરસી ગયો હતો.

વાવાઝોડા અને વરસાદના કારણે સૌથી મોટો ઝટકો વીજ કંપની અને 6 લાખ લોકોને લાગ્યો હતો. ભરૂચ-અંકલેશ્વર, વાગરા, જંબુસર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, પાલેજની પ્રજા અને 65 ગામના લોકોને 26 કલાક સુધી વીજ પીરવઠો ઠપ થઈ જતા અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.

મંગળવારે બપોર સુધી ખોરવાયેલો વીજ પુરવઠો પૈકી 70 % રિસ્ટોર કરાયો છે જ્યારે ગામડાઓમાં હજી 30 % વીજળી પુનઃ કાર્યાન્વિત કરવા કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં કુલ 313 વીજ થાંભલા અને 62 કિલોમીટર વીજ લાઈન તૂટી પડતા ₹25 લાખ જેટલું અત્યાર સુધી અંદાજીત નુકશાન DGVL ભરૂચને થયું છે. વીજળી પુનઃ સ્થાપિત કરવા ભરૂચ, નર્મદા ઉપરાંત સુરત, તાપી અને નવસારી જિલ્લાની ટીમોને પણ કામે લગાવાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud