• પરપ્રાંતિયોનો વિડીયો બનાવી ટિકિટ બુકિંગમાં કાળા બજાર કરતા હોવાનું કહી ભેજાબાજોએ જો ₹ 1 લાખ નહિ આપો તો પોલીસ અને મીડિયામાં વિડીયો મોકલી આપવાની ધમકી આપી હતી
  • પોલીસ બની તોડ કરવા ગયેલા રિઝવાન સોડાવાલાની ધરપકડ

WatchGujarat. ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ તમે પરપ્રાંતિય લોકોને ભડકાવવાનું કામ કરો છો અને ટિકિટ બુકિંગ કરાવો છો તેમ કહી પરપ્રાંતીય લોકોનો વિડિયો બનાવી ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ પોલીસ અને પત્રકારની ઓળખ આપી ₹ 1 લાખની માગણી કરતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે પોતે પોલીસ હોવાની ઓળખ આપનારની ધરપકડ કરી છે. જ્યારે અજાણ્યા બોગસ પત્રકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝાડેશ્વર ચોકડીની જય ટ્રાવેલ્સ સંચાલક તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પરપ્રાંતીય લોકોને ભડકાવી ટિકિટ બુકિંગ કરાવી રહ્યા હોય અને ઇકો ગાડીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે પેસેન્જર ગાડીઓવાળા પાસેથી રૂપિયાની માગણી કરાતી હોય તેવી ફરિયાદો ઉઠી હતી. જેના પગલે રિઝવાન સોડાવાલા નામના વ્યક્તિએ પરપ્રાંતીય લોકોનો મોબાઇલ વીડિયો બનાવી ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ પોલીસ તરીકેની ઓળખ આપી ₹ 1 લાખની માગણી કરી હતી.

જો તમે એક લાખમાં મારી સાથે પટાવત નહીં કરો તો મામલો પોલીસ મથકે જશે અને ત્યાં તમારે ₹ 2.5 લાખ ભરવા પડશે. આ વીડિયો વાયરલ થશે તો તમારી ટ્રાવેલ્સની ઓફિસ બંધ થઈ જશે અને સાથે રહેલા અન્ય અજાણીયા વ્યક્તિએ પણ નેશનલ ન્યૂઝ ચેનલનો રિપોર્ટર છુ તેવી ઓળખ આપી હતી.

જો કે ટ્રાવેલ્સ સંચાલકે રૂપિયાની માગણી કરનારાઓ લેભાગુ હોવાનું લાગતા તેઓએ તેના પત્રકાર મિત્રોનો સંપર્ક સાધ્યો હતો. જેના પગલે બોગસ પોલીસ તરીકેની ઓળખ આપનાર અને બોગસ પત્રકાર તરીકેની ઓળખ આપનારની સામે સી ડિવિઝન પોલીસ મથકે ટ્રાવેલ્સ સંચાલક દિપક મેહતાએ ખંડણી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતની ફરિયાદ આપી હતી. ખોટી રીતે પોલીસ તરીકેની ઓળખ આપનાર રિઝવાન સોડાવાલા રહેવાસી ભરૂચ સ્ટેશન મુસાફરખાનાની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે રહેલો અન્ય બોગસ પત્રકાર ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

રિઝવાન સોડાવાલા અગાઉ બી ડિવિઝનમાં બોગસ પત્રકારનો આરોપી

ટ્રાવેલ્સ સંચાલકને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તોડ-પાણી કરનાર રિઝવાન સોડાવાલા પોલીસ મથકોમાં તોડબાજીમાં ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જેમાં બી ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે બોગસ પત્રકારનો લોકડાઉનના સમયમાં ગુનો દાખલ થઈ ચૂક્યો છે. તદુપરાંત ભરૂચની એક જનરલ સ્ટોરની દુકાનમાં એક્સપાયરી ડેટની સામગ્રીનું વેચાણ કરો છો તેમ કહી વીડિયો બનાવી રૂપિયાની માગણી કરાઈ હોવાના ઓડિયો પણ અગાઉ વાયરલ થયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud